અમદાવાદ, તા. 14 ; અહીંના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઇ રહેલી બીજી ટી-20માં ખરાબ શરૂઆત છતાં જેસન રોયની 46 રનની ઇનિંગની મદદથી ઇંગ્લેન્ડની ટીમે 20 ઓવરમાં 6 વિકેટના ભોગે 164 રનનો સ્કોર કરીને ભારતીય ટીમ સામે 165 રનનો લક્ષ્યાંક મુક્યો હતો.
વિરાટ કોહલીએ ટોસ જીતીને પહેલા ફિલ્ડીંગ પસંદ કર્યા પછી ભુવનેશ્વર કુમારે પહેલી જ ઓવરમાં જોસ બટલરને આઉટ કરીને ભારતીય ટીમને મોટો બ્રેકથ્રુ અપાવ્યો હતો. જો કે તે પછી જેસન રોય અને ડેવિડ મલાન વચ્ચે 63 રનની ઝડપી ભાગીદારી થઇ હતી. મલાન 23 બોલમાં 24 રન કરીને યજુવેન્દ્ર ચહલના બોલે આઉટ થયો હતો. તે પછી રોય અને જોની બેયરસ્ટો વચ્ચે 27 રનની ભાગીદારી થઇ હતી. જેસન રોય વોશિંગ્ટન સુંદરના બોલે અંગત 46 રન કરીને આઉટ થયો હતો.
આ સાથે સતત બીજી મેચમાં વોશિંગ્ટને જ રોયને આઉટ કર્યો હતો. બેયરસ્ટો પણ સુંદરના બોલે આઉટ થતા ઇંગ્લેન્ડે 119 રનના સ્કોરે ચોથી વિકેટ ગુમાવી હતી. મોર્ગન અને સ્ટોક્સે 23 રનની ભાગીદારી કરીને સ્કોરને 142 રન પર લઇ ગયા ત્યારે શાર્દુલે મોર્ગનને આઉટ કર્યો હતો. બેન સ્ટોક્સ 24 રન કરીને શાર્દુલનો શિકાર બન્યો હતો. ભારતીય ટીમ વતી ઇશાન કિશન અને સૂર્યકુમાર યાદવને આજે ટી-20માં ડેબ્યુ કરવાની તક મળી હતી.
બીજી ટી-20 : ઇંગ્લેન્ડે ટીમ ઇન્ડિયા સામે મુક્યો 165 રનનો લક્ષ્યાંક
By
Posted on