જ્યારે સિંધની વિધાનસભામાં સત્ર ચાલી રહ્યું હતું, ત્યારે તેહરીક-એ-ઇન્સાફ પાર્ટીના નેતાઓએ એકબીજા પર લાતો અને મુક્કાવરસાવ્યા હતા. ત્યાનું વાતાવરણ એટલું ભયાનક બની ગયું હતું કે મહિલા નેતાઓને ત્યાંથી ભાગવું પડ્યું હતું. ઈમરાન ખાનની પાર્ટીને પાકિસ્તાન ( PAKISTAN) ની સેનેટની ચૂંટણીમાં વધુ બેઠકો મળી છે, પરંતુ ઇમરાન ખાનની સરકારમાં કેબિનેટ મંત્રી અબ્દુલ હાફીઝ શેખ પોતાની બેઠક ગુમાવી રહ્યા છે. તેમને પૂર્વ વડા પ્રધાન યુસુફ રઝા ગિલાનીએ પરાજિત કર્યા છે, ત્યારબાદ પાકિસ્તાનમાં વિપક્ષ ઇમરાન સરકાર ( IMRAN GOVERNMENT) પર હુમલો કરનાર છે.
પાડોશી દેશ પાકિસ્તાનમાં ઇમરાન ખાનના પક્ષના નેતાઓ એકબીજાની સાથે અચાનક લડવા માંડ્યા હતા . જ્યારે સિંધની વિધાનસભામાં સત્ર ચાલી રહ્યું હતું, ત્યારે તેહરીક-એ-ઇન્સાફ પાર્ટીના નેતાઓ અચાનક હિંસક સ્વરૂપમાં દેખાયા હતા, અને તેમણે સામસામે મુક્કા અને લાતો મારી હતી. આ વાત સામાન્ય છે કે પાકિસ્તાન જેવા દેશમાં આ થઇ શકે જો કે હદ તો ત્યારે થઇ જયારે વાતાવરણ એટલું ભયાનક બન્યું હતું કે મહિલા નેતાઓને ત્યાંથી ભાગવું પડ્યું હતું. હવે સિંધની વિધાનસભાની આ રકઝકનો વીડિયો સોશ્યલ મીડિયા ( SOCIAL MEDIA) પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
ખરેખર સિંધ વિધાનસભામાં સેનેટની ચૂંટણી માટે છેલ્લા દિવસે મતદાન થવાનું હતું. દરમિયાન, ઇમરાન ખાનની પાર્ટી તેહરીક-એ-ઇન્સાફના ત્રણ સભ્યોએ જાહેરાત કરી હતી કે તેઓ તેમની સ્વતંત્ર રીતે મતદાન કરશે . એટલે કે તેમણે પાર્ટીના નિર્દેશ બહાર જઇને પોતાનો મત આપવાનું કહ્યું હતું.
પછી અન્ય સભ્યો પણ આ મામલે ગુસ્સે થયા હતા અને એસેમ્બલીની અંદર જ ચર્ચા શરૂ થઈ હતી.વિવાદ એટલો વકરી ગયો કે વાત મારામારી સુધી પહોચી ગઈ હતી. આ હંગામાનો બીજો વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે, જેમાં પાકિસ્તાનની મહિલા ધારાસભ્યો પણ ગૃહમાં હંગામા વચ્ચે દોડતી જોવા મળી રહી છે. સાથે જ પીપીપી નેતા શર્મિલા ફારુકીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
ઈમરાન ખાનની પાર્ટીને પાકિસ્તાનની સેનેટની ચૂંટણીમાં વધુ બેઠકો મળી છે, પરંતુ ઇમરાન ખાનની સરકારમાં કેબિનેટ મંત્રી અબ્દુલ હાફીઝ શેખ પોતાની બેઠક ગુમાવી રહ્યા છે. તેમને પૂર્વ વડા પ્રધાન યુસુફ રઝા ગિલાનીએ પરાજિત કર્યા છે, ત્યારબાદ પાકિસ્તાનમાં વિપક્ષ ઇમરાન સરકાર પર હુમલો કરનાર છે.