Gujarat

રાજ્યમાં બીજા દિવસે પણ ધુમ્મસ વચ્ચે કમોસમી વરસાદ

ગાંધીનગર: રાજ્યમાં (State) મંગળવારે બીજા દિવસે પણ સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતનાં કેટલાંક શહેરોમાં ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું. જ્યારે ઉત્તર ગુજરાતના (Gujarat) ડિસા સહિતના આસપાસના વિસ્તારોમાં રાત્રિના સમયે કમોસમી વરસાદ (Rain) નોંધાયો હતો. મંગળવારે રાજ્યમાં સૌથી વધુ ઠંડી (Cold) 7.8 ડિગ્રી નોંધાઈ હતી.

હવામાન ખાતાનાં સૂત્રોના જણાવ્યા પ્રમાણે રાજ્યના ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર સહિતના કેટલાક વિસ્તારોમાં આગામી દિવસોમાં ઠંડી વધે તેવી સંભાવના છે. હવામાન ખાતાનાં સૂત્રોના જણાવ્યા પ્રમાણે રાજ્યનાં અન્ય શહેરોમાં અમદાવાદમાં 13.5 ડિગ્રી., ડીસામાં 11.6 ડિગ્રી., ગાંધીનગરમાં 12.0 ડિગ્રી., વડોદરામાં 16.0 ડિગ્રી., સુરતમાં 17.2 ડિગ્રી., વલસાડમાં 11.5 ડિગ્રી., અમરેલીમાં 11.2 ડિગ્રી., ભાવનગરમાં 14.6 ડિગ્રી., રાજકોટમાં 10.7 ડિગ્રી., સુરેન્દ્રનગરમાં 12.0 ડિગ્રી., ભુજમાં 11.0 ડિગ્રી. અને નલિયામાં 7.8 ડિગ્રી. ઠંડી નોંધાઈ હતી.

સુરત શહેરમાં પાંચ દિવસથી સતત વાદળછાયું વાતાવરણ સર્જાતાં જાણે હિલ સ્ટેશન જેવો માહોલ સર્જાયો છે. હવામાન વિભાગે આગામી 24 કલાકમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ઘટતા આકાશમાં સંપુર્ણ ઉઘાડ દેખાય તેવી સંભાવના વ્યક્ત કરી છે. જોકે હજી પણ પંજાબ ઉપર એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હોવાથી તેની અસર આગામી એક-બે દિવસમાં દક્ષિણ ગુજરાતમાં જોવા મળશે. ફરી પવનની દિશા બદલાતા ઉત્તરની થતાં હવામાન વિભાગે આગામી બે દિવસ બાદ લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થવાની આગાહી કરી છે. જેને પગલે ફરી રાત્રે ઠંડીનો ચમકારો અનુભવાશે.

નવસારી જિલ્લામાં લઘુત્તમ તાપમાન ઘટવા સાથે ધીમો પવન ફૂંકાતા ઠંડીનો અહેસાસ
નવસારી : નવસારી જિલ્લામાં આજે એક જ દિવસમાં લઘુત્તમ તાપમાનમાં એક ડિગ્રીનો ઘટાડો થવા સાથે કલાકે 5.5 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતા રહેતા આખો દિવસ ઠંડીનો માહોલ જામ્યો હતો. સોમવારે સૂર્ય નારાયણે સંતાકૂકડી રમ્યા બાદ મંગળવારે સૂરજ દાદા આખો દિવસ મહેરબાન રહ્યા હતા. પરંતુ આજે વરૂણદેવે મહેર કરતાં આખો દિવસ ઠંડીનો માહોલ સર્જાયો હતો. લોકોએ દિવસ દરમ્યાન પણ ગરમ કપડાં પહરેવા પડ્યા હતા.

સોમવારે મહત્તમ તાપમાન 28 ડિગ્રી રહ્યા બાદ મંગળવારે લઘુત્તમ તાપમાનમાં અડધો ડિગ્રીનો ઘટાડો થઇને તાપમાન 27.5 ડિગ્રી રહ્યું હતું. બે દિવસ રવિવારે અને સોમવારે લઘુત્તમ તાપમાન જ્યારે લઘુત્તમ તાપમાન 14.5 ડિગ્રી રહ્યા બાદ મંગળવારે લઘુત્તમ તાપમાન એક ડિગ્રીના ઘટાડા સાથે 13.5 ડિગ્રી નોંધાયું હતું. તાપમાન ઘટવાની સાથે સાથે દિવસ દરમ્યાન કલાકે 5.5 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતા રહેતા આખો દિવસ ઠંડીનો અનુભવ થયો હતો. મંગળવારે સવારે ભેજનું પ્રમાણ 81 ટકા અને સાંજે ભેજનું પ્રમાણ 53 ટકા રહ્યું હતું.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top