Gujarat

ખેડા સિરપ કાંડ બાદ પોલીસ તંત્ર સફાળું બેઠું થયું, વડોદરામાં 900 જગ્યાએ સર્ચ ઓપરેશન કરાયું

ગાંધીનગર: ખેડામાં (kheda) સિરપનાં કારણે 5 લોકોનાં મોત નિપજ્યા બાદ પોલીસ દ્વારા સિરપ વેચતા વિક્રેતાઓ પર રાજ્યવ્પાયી દરોડા (search operation) પાડવામાં આવ્યા હતા. ખેડા સિરપ કાંડનો (kheda syrup scandal) મામલો સામે આવતાં જ સિરપ મામલે 12 એફઆઈઆર તથા 92 ફરિયાદ (Complains) દાખલ થઈ હતી. તેમજ ફરી કોઈ કાંડ ન થાય તે માટે સમગ્ર પોલીસ તંત્ર કામે લાગ્યું છે. વડોદરા શહેર પોલીસે આયુર્વેદિક પીણાંની આડમાં નશાયુક્ત પીણાંના વેચાણ અંગે 900 જેટલી જગ્યાઓ પર દરોડા પાડ્યા છે.

  • ખેડામાં સિરપ કાંડ બાદ રાજ્યવ્યાપી દરોડા
  • 12 એફઆઈઆર તથા 92 ફરિયાદ દાખલ
  • 22 આરોપીઓની ધરપકડ તો 391 લોકો સાથે બેઠકો યોજાઇ

ખેડાનાં બિલોદરામાં પકડાયેલ બોગસ સિરપ કાંડ મામલે પોલીસ દ્વારા પકડાયેલા ત્રણ આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા હતા. નડીયાદ ગ્રામ્ય પોલીસે આરોપીઓનાં 14 દિવસનાં રિમાન્ડ માંગ્યા હતા. પરિણામે કોર્ટે આરોપીઓનાં 11 ડિસેમ્બર સુધીનાં રિમાન્ડ મંજૂર કર્યા હતા. ત્યારે હાલ આ સમગ્ર મામલે એસઆઈટી તપાસ ચલાવી રહી છે.  સમગ્ર કેસની એસઓજી પીઆઈ ડી.એન.ચુડાસમા કરી રહ્યા છે. 

આ સમગ્ર મામલે પોલીસ દ્વારા સીરપનું વેચાણ કરતા રાજ્યવ્યાપી 900 સ્થળો પર પોલીસે દરોડા પાડ્યા હતા. જેમાં ગેરકાયદેસર રીતે સીરપ વેચતા 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે સીરપ મામલે 12 એફઆઈઆર તથા 92 લોકો સામે ફરિયાદ દાખલ થઈ છે. તેમજ રાજ્યમાં સિરપ મામલે કુલ 22 આરોપીઓની ધરપકડ તો 391 લોકો સાથે બેઠકો કરવામાં આવી હતી. 

આ સાથે જ વડોદરામાં પોલીસ તંત્ર દ્વારા ગઇ કાલે શનિવારે સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું. જેના પગલે વડોદરાના જુદા જુદા વિસ્તારોમાં આવેલ પાનના ગલ્લા, મેડીકલ સ્ટોર, હોતેલ પાર્લરો, પ્રોવિઝન સ્ટોર તેમજ આયુર્વેદિક સ્ટેર વદેરે માં સર્ચ હાથ ધરવામાં આવ્યું હતું. આમ, કુલ 900 જેટલી જગ્યાઓ ઉપર દરોડા પાડવામાં આવ્યા હતા.

આ સાથે જ ક્રાઇમ બ્રાન્ચ અને એસ.ઓ.જી દ્વારા 214 દુકાનો ઉપર કરવામાં આવી હતી. તેમજ જાહેર જનાતાને આવા નશાયુક્ત પદાર્થોનું સેવન ન કરવા તેમજ જો તામારા વિસ્તારની આજુબાજુ કોઇ દુકાન કે સ્ટોરમાં દવાની આડમાં જો નશાયુક્ત પદાર્થનું વેછાન થતું હોય તો વડોદરા પોલલીસને તેની જાણ કરવી.

Most Popular

To Top