Charchapatra

દરિયાઇ હુમલા અને અપહરણ

પ્રવાસ, વેપાર અને માલસામાનની હેરાફેરી માટે જમીન અને આકાશી માર્ગો ઉપરાંત જળમાર્ગ પણ ઉપયોગી રહ્યો છે, જૂના જમાનામાં તો દરિયાઇ માર્ગે જ વધુ વેપાર ચાલતો હતો અને ઇતિહાસ દર્શાવે છે કે સૂરત શહેરના તાપી નદીના કિનારે ચોર્યાસી બંદરોના વાવટા ફરકતા હતા. દરિયાઇ માર્ગે લૂંટફાટ કરનાર ચાંચિયાઓને તે રીતે લૂંટ અને અપહરણ કરવામાં ફાવ હતી. યુદ્ધકાળમાં જળ સેનાએ દરિયાઇ માર્ગ પર રાત દિવસ નજર રાખવી પડે છે અને જંગ ચાલે ત્યારે પ્રતિકાર કરવો પડે છે. હાલમાં માલસામાનના પરિવહન માટે દરિયાનો રૂટ જોખમી બની ગયો છે.

ગત વર્ષના નવેમ્બરથી જાન્યુઆરીના પ્રારંભ સુધીના ટૂંકા ગાળામાં જ બાવન દિવસમાં તો અરબી અને રાતા સમુદ્રમાન જહાજો પર હુમલા અને અપહરણની પચીસથી વધુ ઘટનાઓ બની ગઇ છે. અમેરિકા દ્વારા રેડ સી ગઠબંધનમાન જોડાવા ભારત પર દબાણ થઇ રહ્યું છે. યમનની હુથી રિવોલ્યુશનરી કમિટી ઇઝરાયેલ તરફી દેશોના જહાજોને નિશાન બનાવે છે. જીવનવ્યવહાર અને વેપાર માટે આપણે સૌએ ચાંચિયાઓ અને લાંચિયાઓ સામેનું જોખમ જોઇને જ ચાલવાનું છે.

કોલનબસ અને વાસ્કોડીગામા જેવા સાહસિકોએ ભારતની સમૃદ્ધિ જોઇ વેપાર અને રાજકીય વગ, આર્થિક લાભની તકો જોઇ દરિયાઇ માર્ગ ખોજીને ભારતમાં આવવા સાહસ કર્યું હતું. દરિયાઇ કથાઓમાં લૂંટ, જંગ, હુમલા, અપહરણની હકીકતો દર્શાવાય છે, ફિલ્મો પણ બની છે. હવે તો આધુનિક ટેકનિક સાથે જંગી સ્ટીમરો પણ બને છે. હજી બે સદી પહેલા હજયાત્રા જેવી ધાર્મિક મુસાફરી પણ દરિયાઇ માર્ગે જ થતી હતી. સૂરત શહેરના મક્કઇપુલનું ત્યારે ખાસ મહત્વ પણ હતું. જો કે હવે હવાઇ માર્ગે વ્યવહાર વધી ગયો છે. આમ છતાં હજી દરિયાઇ હુમલા અને અપહરણ ચાલુ જ છે. ગેરકાયદે દેશમાન ઘુસણખોરી, દાણચોરી પણ દરિયાઇ માર્ગે જ વધુ થાય છે. દરિયાઇ સીમાનો કાનૂન ભંગ કરી ઉલ્લંઘન થાય ત્યારે પ્રતિકાર પણ થાય.
સુરત     – યૂસુફ એમ. ગુજરાતી– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

એડવાન્સ મિલ્કત વેરો ભરનાર માટે વિશેષ યોજના લાવો
એસ.એમ.સી. દ્વારા એપ્રિલ મહિનામાં ચાલુ વર્ષનો મિલકત વેરો એડવાન્સમાં ભરનારને વેરા હેડપાની રકમના 10 ટકા વળતર આપવામાં આવે છે. જે ખુબ જ સામાન્ય બાબત છે આ અંગે એસ.એમ.સી.માં સત્તાધીશો એ વધુને વધુ લોકો એડવાન્સમાં મિ.વેરો ભરે એ હેતુથી સિદ્ધ કરવો હોય તો એડવાન્સ યા વેરો ભરનારને વિસેષ ફાયદો થાય તેવી આકર્ષક યોજનાઓ અમલમાં મુકવી જોઈએ હાલની યોજનામાં જનતાને કોઇવિશેષ લાભ મળતો નથી જે મનપાના સત્તાધીશોએ ગંભીરતાથી વિચારવું જોઈએ!
સુરત     – રાજુ રાવ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top