મુંબઈ: બોલિવૂડના (Bollywood) સુપર સ્ટાર તેમજ કિંગ ખાન શાહરૂખ ખાનનો પુત્ર આર્યન ખાન બોલિવૂડમાં એન્ટ્રી (Entry) મારવા જઈ રહ્યો છે. આર્યન ખાને પોતાની સ્ક્રીપ્ટ (Script) ફાઈનલ કરી દીધી છે. તેમજ બસ તે માત્ર એકશન કહેવાની રાહ જોઈ રહ્યો છે.
આર્યન ખાને પોતાના ઈન્સ્ટા અકાઉન્ટ પર એક ફોટો શેર કર્યો છે. આ ફોટો સાથે તેણે એક કેપ્શન લખ્યું હતું જેમાં તેણે જણાવ્યું હતું કે તેણે સ્ક્રીપ્ટનું કામ પૂર્ણ કરી દીધું છે. બસ હવે કોઈ એકશન કહે તેનો ઈંતઝાર છે. આ ઉપરાંત જે ટેબલ ઉપર તેણે સ્ક્રીપ્ટ લઈ હતી તે સ્ક્રીપ્ટ ઉપર આર્યનનું નામ લખેલું જોઈ શકાય છે. સૂત્રો પાસેથી જાણકારી મળી આવી છે કે આ સ્ક્રીપ્ટ શાહરૂખ ખાનની કંપનીના બેનર હેઠળ પ્રોડયુસ કરવામાં આવશે.
આર્યને મૂકેલી આ પોસ્ટ ઉપર સૌપ્રથમ કોમેન્ટ તેના પેરેન્ટની આવી હતી. માતા ગૌરી ખાને લખ્યું હતું કે હવે વધારે સમય સુધી રાહ જોઈ શકતી નથી જયારે તેના પિતા એટલે કે શાહરૂખે લખ્યું હતું કે જે વિચારી રહ્યા છો, વિશ્વાસ કરી રહ્યા છો તો સપના ચોકકસ પણે પૂર્ણ થશે. મારી દુવા તારી સાથે છે. તારા તમામ સપનાઓ પૂર્ણ થાય. આર્યનની આ પોસ્ટ શેર કરતાની સાથે બોલિવૂડના તમામ લોકોએ તેને શુભકામનાઓ પાઠવવાનું શરૂ કરી દીધું હતું. જેના પરથી અંદાજો લગાવી શકાય છે કે ચાહકો સાથે બોલિવૂડના તમામ લોકો પણ આર્યનને જોવા માટે ઉત્સુક છે.
આ પોસ્ટ ઉપર આર્યનના એક ચાહકે લખ્યું હતું કે મને આર્યનને સ્ટ્રોંગ જોઈને ખુબ જ ખુશી થઈ રહી છે. ભગવાન તમને તમામ ખુશી આપે તેમજ તમે તમારા જીવનમાં ખુબ જ આગળ વધો. જયારે અન્ય એક યુઝરે જણાવ્યું હતું કે હવે અમે વઘારે સમય સુધી રાહ જોઈ શકતા નથી.