અમેરિકામાં 1998માં 13 વર્ષથી ઓછી ઉંમરનાં બાળકો માટે ઓનલાઇન ખતરાઓથી બચવા માટે કાયદો ઘડવામાં આવ્યો હતો. ઓસ્ટ્રેલિયાએ 2024માં કાયદો બનાવ્યો જેનો હવે અમલ થશે. જેમાં 16 વર્ષથી ઓછી ઉંમરનાં બાળકો ટિકટોક, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને યુ ટયુબ સહિત 10 પ્લેટફોર્મમાં જોડાઇ શકશે નહીં. વળી કાયદાનું ઉલ્લંઘન કરતી કંપનીઓને 3 બિલિયન સુધીનો દંડ ફટકારી શકાશે. આપણે ત્યાં દિલ્હી હાઇકોર્ટે ઓગસ્ટ 2013માં સગીરો સોશ્યલ મીડિયાનો ઉપયોગ ન કરી શકે એનો કયારેય અમલ ન થયો. વધુમાં બાળકોને ઓનલાઇન જાતીય શોષણ અને પોનોગ્રાફીથી બચવા માટે ઘણા કાયદા છે પણ ઘણી હાનિકારક વસ્તુઓ પર પ્રતિબંધ છે. તો શા માટે સોશ્યલ મીડિયા પર પણ એ શ્રેણીમાં સામેલ ન કરી શકાય?
મહારાષ્ટ્રના સાંગલી જિલ્લાના તાસગાંવ તાલુકાનાં ઘણાં ગામોમાં તો દોઢ કલાક મોબાઇલ, ટી.વી. પર પ્રતિબંધ કર્યો. સાંજે સાત વાગે એટલે યુધ્ધ કે કટોકટી જેવી સાયરન વગાડાય, સાથે કહી દે આ ડિજિટલ ડિટોકસ બરાબર રાત્રે 8.30 વાગ્યે પૂરું થાય. નવા સમાચાર મુજબ રાજસ્થાનનાં 15 ગામોમાં મહિલાઓ માટે સ્માર્ટ ફોન પર પ્રતિબંધ લદાયો. ટેલિવિઝન, વેબસાઇટ, ઓટીટીનો ધંધો છે. એમની સફળતા કે નફા માટે આપણી શારીરિક માનસિક સ્વસ્થતાનો ભોગ થોડો અપાય. એ.ડી. ઓલિધરના મતે સ્ક્રીનને જોઇ રહેવામાં વપરાયેલ દરેક સેકન્ડ જીવનને નકારી કાઢવામાં વપરાયેલી સેકન્ડ છે.
ગંગાધરા – જમિયતરામ હ. શર્મા- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.