Science & Technology

રહસ્યમય રીતે દિવસની લંબાઈ વધી રહી છે, વૈજ્ઞાનિકો પણ નથી જાણતા વાસ્તવિક કારણ

નવી દિલ્હી: શુું તમે જાણો છો કે તમારો દિવસ (Day) રહસ્યમય રીતે લાંબો (Long) થઈ રહ્યો છે. એટલે કે પૃથ્વીના (Earth) દિવસનો સમય વિચિત્ર રીતે વધી રહ્યો છે, જેનું કારણે વૈજ્ઞાનિકો (Scientists) પણ નથી જાણતા. જો આમ થશે તો ખૂબ જ ભયાનક સ્થિતિ સર્જાશે. કારણ કે વિશ્વભરની અણુ ઘડિયાળના આધારે ગણતરી કરે છે. આ ઘટના ફક્ત આપણા સમયની ગણતરીને અસર કરશે નહીં. આ ધટનાના કારણે જીપીએસ, નેવિગેશન અને કોમ્યુનિકેશનને લગતી અન્ય ઘણી ટેક્નોલોજીમાં પણ સમસ્યા વર્તાશે.

પૃથ્વીનો દિવસ તેની ધરી પરના પરિભ્રમણ દ્વારા ગણવામાં આવે છે. પરંતુ પૃથ્વીની પોતાની ધરી પર પરિભ્રમણની ઝડપ સતત વધી રહી છે. છેલ્લા કેટલાક દાયકાઓથી આપણા દિવસોની લંબાઈ ઓછી થતી જતી હતી. સૌથી ટૂંકા દિવસનો રેકોર્ડ પણ જૂન 2022માં નોંધાયો હતો. એટલે કે છેલ્લી અડધી સદીમાં તે સૌથી નાનો દિવસ હતો. પરંતુ વર્ષ 2020 પછી અને આ રેકોર્ડ બન્યા બાદ હવે પૃથ્વી ધીમી પડી રહી છે અને દિવસો લાંબા થઈ રહ્યા છે. વૈજ્ઞાનિકો પણ આ પાછળનું કારણ જાણતા નથી. ફોન અને ઘડિયાળ 24 કલાકનો ચોક્કસ સમય દર્શાવે છે. પરંતુ 24 કલાકમાં પૃથ્વીના પરિભ્રમણમાં હવે થોડો વધુ સમય લાગી રહ્યો છે. સામાન્ય રીતે આ પરિવર્તન લાખો વર્ષોમાં થાય છે. જોકે વૈજ્ઞાનિકોનું માનવું છે કે તેની પાછળનું કારણ ભૂકંપ અને તોફાન હોઈ શકે છે.

પૃથ્વીના પરિભ્રમણની ગતિ છેલ્લા કેટલાક મિલિયન વર્ષોથી ધીમી પડી રહી છે. તેની પાછળ ચંદ્રમાંથી નીકળતી ભરતીનું ઘર્ષણ છે તેવી જાણકારી સૂત્રો પાસેથી મળી આવી છે. દર સદીમાં પૃથ્વીના દિવસના સમયમાં 2.3 મિલિસેકન્ડ ઉમેરવામાં આવે છે. કેટલાક મિલિયન વર્ષો પહેલા, પૃથ્વીનો દિવસ માત્ર 19 કલાકનો હતો. પરંતુ છેલ્લા 20 હજાર વર્ષથી બીજી પ્રક્રિયા શરૂ થઈ તે પણ વિરુદ્ધ દિશામાં. જે રીતે બેલે ડાન્સર તેના પરિભ્રમણની ઝડપ વધારવા માટે તેના હાથને તેના શરીરની નજીક રાખે છે. જેથી તે પોતાની ધરી એટલે કે પગ પર ઝડપથી ફેરી શકે. જ્યારે તેનો આવરણ તેની ધરીની નજીક આવે છે ત્યારે આપણી પૃથ્વીના પરિભ્રમણની ઝડપ વધે છે. આ કારણે પૃથ્વીની સપાટી દરરોજ 0.6 મિલીસેકન્ડ ઘટી રહી છે. પૃથ્વી પર એક દિવસમાં 86,400 સેકન્ડ હોય છે.

છેલ્લા ઘણા દાયકાઓથી, પૃથ્વીની આંતરિક રચના અને સપાટી વચ્ચે જોડાણ રહ્યું છે. જો મોટા ધરતીકંપો આવે છે, તો તે પૃથ્વીના દિવસની લંબાઈમાં ફેરફાર કરે છે. ભલે તફાવત નાનો હોય. ઉદાહરણ તરીકે, વર્ષ 2011 માં, જાપાનમાં 8.9 તીવ્રતાના ભૂકંપના કારણે પૃથ્વીના પરિભ્રમણની ઝડપમાં 1.8 મિલિસેકન્ડનો વધારો થયો હતો. આ એક મોટી ઘટના બની ગઈ છે. આ સિવાય પણ આવી ઘણી નાની-નાની ઘટનાઓ બનતી રહે છે, જે પૃથ્વીના દિવસનો સમય બદલી નાખે છે. ઉદાહરણ તરીકે, આબોહવા પરિવર્તન, ઋતુઓમાં ફેરફાર વગેરે. તેઓ દરેક દિશામાંથી પૃથ્વીના પરિભ્રમણની ગતિને અસર કરે છે.

Most Popular

To Top