Charchapatra

વિશ્વશાંતિ માટે વિશ્વમાં વૈજ્ઞાનિક હવન

આપણે કોઈ પણ જગ્યાએ હવન શબ્દ સાંભળીયે એટલે ધુમાડો, જ્વાળા અને ભુદેવોના મોટેથી બોલાતા મંત્રોનું ચિત્ર આપણી નજર સમક્ષ આવી જાય છે. હવે ઘણી જગ્યાએ શાંતિ માટે પણ આવા જ હવન યોજાય છે. આવા હવનમાં ઘી તથા કેટલાક પ્રકારનું અનાજ પણ હોમવામાં પુણ્ય મળે એવી ભાવનાથી અનાજનો પણ વ્યય થાય અને નાળિયેર હોમવા આતુર હોય છે. આ બધી વાતો સામે હમણા મારા પર ભ્રહ્માકુમારીના એક કેન્દ્ર પરથી એક લિંક મોકલવામાં આવી અને તેમાં પ્રજાપિતા ભ્રહ્માકુમારી ઈશ્વરીય મહાવિદ્યાલય દ્વારા યોજાનાર ઉપરોક્ત વૈજ્ઞાનિક હવનમાં જોડાવાની વિનંતી અને તે માટે સહમતિ દર્શાવતું ફોર્મ ભરવાનું હતું,

આ સંસ્થાનો અભિગમ ખૂબ જ સરળ અને જગતના કોઈ પણ ખૂણે કોઈને પણ કોઈ રીતે એક ક્ષણ પણ ખલેલ ન પહોંચે તે રીતે ફોર્મ ભરનારે પોતે રોજ ફક્ત કેટલી મિનીટ શાંતિ માટે પોતાના ઘરમાં જ કે કોઈ પણ જગ્યાએ બેસી બીલકુલ મૌન પાળી જગતપિતાને પ્રાર્થના કરવા બેસવાનું છે અને પોતે જેટલી મિનીટ અને જેટલા દિવસ ફોર્મમાં જણાવે તેનું પ્રમાણિકતાથી પાલન કરવાનું છે. આ રીતે પુરા જગતમાંથી એક સો કરોડ મિનીટ પ્રાર્થના કરાવવાનો સંસ્થાનો ઈરાદો છે. આ એક અસરકારક વૈજ્ઞાનિક હવન છે અને આવા સુંદર આયોજન બદલ આ સંસ્થા જરૂર ધન્યવાદની હક્કદાર છે.
નાનપુરા, સુરત      – રાજેન્દ્ર કર્ણિક– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top