Gujarat

ધોરણ- 12 વિજ્ઞાન પ્રવાહની પૂરક પરીક્ષા ત્રણ વિષયની લેવા માંગણી

ગાંધીનગર: ધોરણ- 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનું (Science stream exam) પરિણામ (Result) જાહેર થઈ ગયું છે, ત્યારે આગામી જુલાઈ માસમાં લેવાના ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પૂરક પરીક્ષા ત્રણ વિષયની લેવામાં આવે તે માટે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડના સભ્ય ડૉ. પ્રિયવદન કોરાટે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પત્ર લખી માગણી કરી છે.

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડના સભ્ય ડૉ. પ્રિયવદન કોરાટ અને ધીરેન વ્યાસે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પત્ર લખી રજૂઆત કરી છે કે, ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી માર્ચ 2023ની ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ પરિણામ ખૂબ જ નીચું જાહેર થયું છે. આ પરીક્ષામાં ત્રણ વિષયમાં 17902 પરીક્ષાર્થીઓ નાપાસ થયા છે. તેવા સંજોગોમાં જુલાઈ માસમાં લેવાના પૂરક પરીક્ષા ત્રણ વિષયની લેવામાં આવે તેવી ભલામણ છે.

શિક્ષણ બોર્ડ દ્વારા જુલાઈ માસમાં બે વિષયમાં નાપાસ થયેલા પરીક્ષાર્થીઓની પૂરક પરીક્ષા લેવામાં આવે છે. આ સંજોગોને વિદ્યાર્થીઓના શિક્ષણના હિતમાં જુલાઈ માસમાં ત્રણ વિષયની પૂરક પરીક્ષા લેવામાં આવે તો અંદાજે 17902 પરીક્ષાર્થીઓને લાભ મળી શકે તેમ છે, જેથી આગામી પૂરક પરીક્ષા માટે ખાસ કેસમાં આ એક વર્ષ માટે ત્રણ વિષયની પરીક્ષા લેવામાં આવે તેવી માગણી કરી છે.

Most Popular

To Top