Charchapatra

વિજ્ઞાન કે ધર્મ, કોને મહત્વ આપવું?

દેશમાં જ્યારે ઔરંગઝેબની કબરનો વિવાદ થઈ રહ્યો હતો ત્યારે અમેરિકામા સુનિતા વિલિયમ્સને અવકાશમાંથી ધરતી પર લાવવાની તૈયારીઓ ચાલતી હતી. બંને ઘટનાઓનો ફરક સમજવા જેવો છે. અમેરિકા દૂર આવકાશમાં રહેલી સુનિતા વિલિયમ્સને પૃથ્વી પર લાવવાના પ્રયત્નોમાં મશગૂલ હતો જ્યારે ભારતમાં 325 વર્ષ પહેલાં ગુજરી ગયેલા ઔરંગઝેબની કબર ખોદવામાં… જે દેશ કે એના લોકોનું મુખ ભૂતકાળ તરફ રહેતું હોય એ દેશ ક્યારેય પ્રગતિ કરી શકતો નથી. સુનિતા વિલિયમ્સ અને અન્ય અવકાશયાત્રીઓ જે રોકેટ મારફત ધરતી પર પરત ફર્યા એ રોકેટ અમેરિકાના ઉદ્યોગપતિ એલોન મસ્કનુ હતું.

અમેરિકામાં સૌથી વધુ વેચાતી કાર ટેસ્લાના માલિક છે એલોન મસ્ક. સ્ટારલિંક નામની ઇન્ટરનેટ પ્રોવાઇડર કંપની પણ એલન મસ્કની છે. મંગળ ગ્રહ પર માનવ વસાહત માટે તેઓ પ્રયત્નશીલ છે. અમેરિકામાં અત્યારે પાવરફુલ ઉદ્યોગપતિ તરીકે ઉભરીયા આવ્યા છે. એલોન મસ્ક પોતાના નફાનો ઘણો હિસ્સો રિસર્ચ પાછળ ખર્ચી રહ્યા છે અને એટલે જ અમેરિકાના ટોચના ઉદ્યોગપતિઓમાં તેઓ સ્થાન ધરાવે છે. જ્યારે આપણે ત્યાં કેટલાક ઉદ્યોગપતિઓ મંદિરે ભટકવામાં, કરોડો રૂપિયાના દાન આપવામાં અને કરોડો રૂપિયાના ભક્કાદાર લગ્ન સમારંભોનુ આયોજન કરવામાં અને પાંજરાપોળ ખોલવામાં મશગૂલ છે. અમેરિકા આજે કેમ મહાસત્તા છે એ આ તફાવતથી સમજાય એમ છે.
સુરત     – પ્રેમ સુમેસરા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top