Gujarat

સાયન્સ સિટિની એક્વાટિક ગેલેરી, રોબોટીક પાર્ક, નેચર પાર્ક સહિતના પ્રગતિ હેઠળના કામોની સ્થળ મુલાકાત કરી

કોરોના સંક્રમણની સ્થિતિમાં પણ વિકાસ કામો ચાલતા રહે તે માટે રિવ્યુ બેઠકો, સમીક્ષા અને વિકાસ કામોમાં વધુ ગતિ સાથે પૂર્વવત શરૂ કરવા માટે સ્થળ મુલાકાતોનો ઉપક્રમ શરૂ કર્યો છે, આ અન્વયે મુખ્યમંત્રી વિજય રૂપાણી એ અમદાવાદમાં સાયન્સ સિટિની એક્વાટિક ગેલેરી, રોબોટીક પાર્ક, નેચર પાર્ક સહિતના પ્રગતિ હેઠળના કામોની સ્થળ મુલાકાત કરી હતી.

તેમણે ગાંધીનગર રેલ્વે સ્ટેશન ખાતે નિર્માણના આખરી તબક્કામાં પહોંચેલી ફાઇવ સ્ટાર હોટલની કામગીરીનું પણ સ્થળ નિરીક્ષણ કર્યુ હતુ, અને ત્યારબાદ મહાત્મા મંદિરની ડી.આર.ડી.ઓ. કોવિડ હોસ્પિટલની મુલાકાત કરી હતી.

Most Popular

To Top