વડોદરા: ઉંડેરા થી ગોત્રી તરફ જતા વરસાદી કાંસમાં શાળાએ લઈ જતા ભૂલકાઓની સ્કૂલ વાનને અકસ્માત નડ્યો હતો.સદનસીબે બાળકોનો આબાદ બચાવ થયો હતો. હાલમાં વડોદરા મહાનગર સેવા સદનમાં સમાવિષ્ટ ઉંદેરા ગામ જ્યાંથી એક વરસાદી કાંસ ગોત્રી તરફ જાય છે.સદર ગોત્રી તરફ જતા કાંસમાં વારંવાર ભયંકર અકસ્માતો થયેલ છે.આ અંગે માહિતી આપતા સામાજિક કાર્યકરે જણાવ્યું હતું કે કેટલી વાર શાળા જતા બાળકો અને નોકરિયાતોને અકસ્માતો નડ્યા છે.
સદર રસ્તો ખૂબ જ સાંકડો છે અને સામેથી જો વાહન આવતું હોય તો ડાબી બાજુથી જતા તમામ વાહનોને મુસીબતનો સામનો કરવો પડે છે અને અકસ્માત નડતો હોય છે.વારંવાર સત્તાધીશો સમસ્ત આ બાબતે રજૂઆત કરેલ છે. વિવિધ માધ્યમોથી પણ તેઓને જાણ કરેલ છે.અમારા જાગૃત કોર્પોરેટર શ્રીરંગ આયારે દ્વારા સદર કાંસને ફરતે એક રેલિંગ લોખંડની લગાવવામાં આવેલ છે.પરંતુ તે રેલિંગથી સો ટકા બચાવ થાય તેવું હતું પણ આ રસ્તો સાંકડો હોવાના કારણે અકસ્માતો વધ્યા છે અને આજે જે સ્કૂલ ખાતે તેની અંદર બે ભૂલકાઓ હતા તેઓને ઘેર છોડવા માટે લેવા માટે જઈ રહ્યા હતા તેઓનો આબાદ બચાવ થયો છે.જો આ અકસ્માતમાં કોઈકનો જીવ ગયો હોત તો એ ગંભીર પરિણામ ના જવાબદાર કોણ એ યક્ષ પ્રશ્નનો જવાબ સત્તા ધીસો આપે તેવી અમારી લાગણી સહ માંગણી છે અને આ કાસ ને બાજુમાં આવેલ જે રોડ છે તે રોડને સત્વરે પહોળો કરવામાં આવે તેથી ભવિષ્યમાં અકસ્માત નિવારી શકાય.