અમદાવાદ : રાજ્યમાં અસહ્ય ઠંડી (Cold) પડી રહી છે. તેવામાં રાજકોટના (Rajkot) ગોંડલ રોડ ઉપર આવેલી એક શાળામાં (School) અભ્યાસ કરતી આઠ વર્ષની વિદ્યાર્થિનીનું (Student) ઠંડીને કારણે મૃત્યું (Death) થતાં સમગ્ર રાજ્યમાં ચકચાર પછી જવા પામી છે. બીજી તરફ રાજ્યમાં ઠંડીને કારણે સવારની શાળાનો સમય એક કલાક મોડો કરવા તાત્કાલિક પરિપત્ર બહાર પાડવા કોંગ્રેસે (Congress) શિક્ષણ મંત્રીને પત્ર લખી માગણી કરી છે.
પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા ડૉ. મનીષ દોષીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં સવારની શાળાઓનો સમય એક કલાક મોડો કરવા માટે તાત્કાલિક પરિપત્ર જાહેર કરવા શિક્ષણ મંત્રીને પત્ર લખવામાં આવ્યો છે.
શિક્ષણ મંત્રીને લખેલા પત્રમાં રજૂઆત કરવામાં આવી છે કે, રાજ્યમાં અસહ્ય ઠંડી પડી રહી છે જેને કારણે સવારની પાણીમાં ચાલતા અભ્યાસમાં બાળકોના સ્વાસ્થ્ય ઉપર ગંભીર અસર થતી હોય છે. તેવામાં રાજકોટમાં એક વિદ્યાર્થિનીનું ઠંડીના કારણે મૃત્યું થયું હોવાનું પણ જાણવા મળ્યું છે. આ ઉપરાંત શાળાઓમાં વિદ્યાર્થીઓને મુકવા આવતા વાલીઓને પણ મુશ્કેલીઓ પડી રહી છે. ઠંડીને કારણે સવારની પાળીની શાળાઓમાં ગેરહાજરીનું પ્રમાણ પણ વધી રહ્યું છે. તેવા સંજોગોમાં રાજ્યમાં સવારની પાળીમાં ચાલતી તમામ શાળાઓનો સમય એક કલાક મોડો કરવામાં આવે, તેવી માગણી કરવામાં આવી છે.