શું શાળાઓ ખુલી જશે? એક પછી એક શાળાઓ શરૂ કરવા અંગે સરકારની વિચારણા

નવી દિલ્હી(New Delhi): કેન્દ્ર સરકાર ફિઝીકલ વર્ગો માટે કોવિડ-19ના તમામ નિયમોનું પાલન કરતા શાળાઓને (School) વારફરતી ખોલવા (Open) માટેની પદ્ધતિ પર કામ કરી રહી છે, એમ સૂત્રોએ ગુરુવારે (Thursday) કહ્યું હતું. વાયરસના ઓમિક્રોન (Omicron) વેરિઅન્ટ સામે આવ્યો ત્યારબાદથી ફિઝકલ વર્ગો માટે દેશના મોટા ભાગમાં શાળાઓ બંધ છે. વિદ્યાર્થીઓ (Student) મોટાભાગે ઓનલાઈન વર્ગોમાં (Online Class) હાજરી આપી રહ્યા છે, જેમાં અમુક દિવસે બ્રીફ પિરીયડ ચાલુ રખાયા છે. લગભગ 2 વર્થથી કોરોના વાયરસ મહામારીના કારણે આમ થયું છે.

‘વાલીઓ શાળાઓ ખોલવાની માગણી કરી રહ્યા છે એ કારણથી કેન્દ્ર સરકાર કોવિડ-19ના તમામ નિયમોનું પાલન કરતા વારાફરતી શાળાઓને ખોલવા માટેની પદ્ધતિ પર કામ કરી રહી છે’, એમ સૂત્રોએ કહ્યું હતું. મહામારી વિશેષજ્ઞ અને જાહેર નીતિના નિષ્ણાંત ચંદ્રકાંત લહરિયાના નેતૃત્માં વાલીઓનું એક પ્રતિનિધિ મડંળ અને સેન્ટર ફોર પોલિસી રિસર્ચનાં અધ્યક્ષ યામિની અય્યરે દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા સાથે બુધવારે મુલાકાત કરી 1600થી વધુ વાલીઓએ સહી કરેલું એક મેમોરેન્ડમ આપ્યું હતું જેમાં શાળાઓને ફરીથી ખોલવાની માગણી કરવામાં આવી હતી. આ જ પ્રકારની માગ અન્ય રાજ્યોમાં પણ કરાઈ છે, જો કે વાલીઓનો એક અન્ય વર્ગ ઓનલાઈન વર્ગો ચાલુ રાખવાના પક્ષમાં છે.

દિલ્હી સરકારે રાષ્ટ્રીય રાજધાનીમાં શાળાઓને ફરીથી ખોલવાની ભલામણ કરી હતી પણ આ અંગેનો નિર્ણય દિલ્હી આપદા પ્રબંધન વહીવટીતંત્ર દ્વારા આવતી બેઠક સુધ મોકુફ રખાયો હતો. બાળકોના સામાજિક અને ભાવનાત્મક કલ્યાણનું વધુ નુકસાન થતા અટકાવવું જરૂરી છે, એમ સિસિદિયો કહ્યું હતું. દિલ્હીમાં થોડા સમય માટે શાળાઓ ખુલ્યા બાદ ઓમિક્રોનના કારણે ઉદભવેલી ત્રીજી લહેરને જોતાં 28 ડિસેમ્બરથી શાળાઓ ફરીથી બંધ કરવામાં આવી હતી.

વિદ્યાર્થીઓના મત મુજબ ઓનલાઈન શિક્ષણ
આ તરફ વિદ્યાર્થીઓ પણ હવે ઓફલાઈન શિક્ષણની ફેવર કરી રહ્યા છે. ઘણા વિદ્યાર્થીઓ શાળાઓ શરૂ કરવાની વાત સાથે સહમત થયા છે. તેઓના મત મુજબ કોરોનાએ આપણા સૌની દિનચર્યા બદલી નાંખી છે. શિક્ષણ વર્ગખંડના બદલે મોબાઈલ ઉપર આપવામાં આવી રહ્યું છે. જો સૌએ વેકસીનનો ડોઝ લઈ લીધો હોય તો શાળાઓ શરૂ કરી દેવી જોઈએ. ઓનલાઈન શિક્ષણથી તેમજ પરીક્ષાથી અમને પોતાના ઉપર વિશ્વાસ આવી રહ્યો નથી. તેમજ અમને અમારી કાબિલયતની પણ ઓળખ થતી નથી. જેથી ઓફલાઈન શિક્ષણ શરૂ થઈ જવું જોઈએ.

Most Popular

To Top