10માં કે 12માંની બોર્ડ પરીક્ષા હોય કે પછી હાઈ લેવલની જોબ માટે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવાની હોય ત્યારે નીરવ શાંત વાતાવરણમાં સ્ટડી માટે સ્ટુડન્ટ લાઈબ્રેરી પર પસંદગી ઉતરતા રહ્યા છે. કોરોના કાળમાં જ્યારે ઓફિસ નહીં જઇ શકાતું હતું ત્યારે વર્ક ફ્રોમ હોમનું ક્લ્ચર ટ્રેન્ડમાં આવ્યું હતું. પણ હવે સિટીમાં નવો જ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. સ્ટુડન્ટ ધીરે ધીરે સ્ટડી માટે કાફે પર પસંદગી ઉતારી રહ્યા છે. તો બીજી તરફ વર્ક ફ્રોમ હોમના બદલે વર્ક ફ્રોમ કાફેનું ક્લ્ચર ડેવલપ થવા લાગ્યું છે. કાફેમાં એવું તે કેવું વાતાવરણ કે સુવિધા મળે છે કે સ્ટુડન્ટ્સ કલાકો સુધી એકલા કે ગ્રુપમાં અહીં સ્ટડી કરવાનું પસંદ કરી રહ્યા છે? વર્કિંગ કલાસ લોકો કેમ વર્ક ફ્રોમ હોમના બદલે વર્ક ફ્રોમ કાફે તરફ વળ્યા લાગ્યા છે? આવો ટ્રેન્ડ ક્યારથી છે? ચાલો અમે તેના વિશે તમને જણાવીએ.
લાઇબ્રેરીમાં રીડીંગ સાથે ચા-કોફી-મનગમતું ફૂડની મજા નથી માણી શકતા
લાઇબ્રેરીમાં તમને તમારા વિષયના ઠગલાબંધ પુસ્તકો વાંચવા ચોક્કસ મળે છે પણ સ્ટડી કરતા-કરતા તમે ચા-કોફી કે મનગમતા ફૂડની મજા નથી માણી શકતા. જ્યારે હવે સિટીમાં એવા કાફે ખુલ્યા છે જ્યાં તમે સ્કૂલ-કોલેજના પ્રોજેક્ટસ પૂરા કરતા-કરતા કે લેપટોપ પર ઓફિસ વર્ક કરવાની સાથે હળવા પીણા જેમકે, ચા-કોફી કે કોલ્ડ ડ્રિંક્સની સાથે પિત્ઝા, પાસ્તા, ફ્રેન્ચ ફ્રાઇસનો ટેસ્ટ લઈ શકો છો. લાઈબ્રેરી રાતના 11-11.30 વાગ્યાં સુધી ખુલી નથી રહેતી. જ્યારે કાફે સવારે 11 થી રાતના 11 મેં સાડા 11 વાગ્યાં સુધી ખુલા રહેતા હોય છે.
કોવિડ પછી થી આ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે: દ્રષ્ટિ કામનાની
પીપલોદમાં IBC બિલ્ડીંગમાં સ્થિત એક કાફેના સંચાલક દ્રષ્ટિ કામનાનીએ જણાવ્યું કે કોવિડનો સમય એવો હતો કે લોકો ઓફિસ નહીં જઈ શકતા ત્યારે ઓનલાઇન સ્ટડી અને વર્ક ફ્રોમ હોમનું ક્લ્ચર જોવા મળતું હતું. હજી પણ એવી કમ્પની છે જેના કર્મચારી વર્ક ફ્રોમ હોમ કરે છે તેઓ ઘર કરતા કાફેના પીસફુલ વાતાવરણમાં ઓફિસ વર્ક પસંદ કરવા લાગ્યા છે. ઓફિસ મિટિંગ પણ કાફેમાં થવા લાગી છે. વળી, રવિવારે આ લોકો અહીં મૂવીઝની, લાઈવ મ્યુઝિકની મજા માણવા આવે છે.
કાફેમાં ચાર્જિંગ પોઇન્ટ અને WIFIની સુવિધા મળે છે
કાફેમાં તમે જે મેનુ ઓર્ડર કરો તેનો ચાર્જ લેવાય છે. પણ અહીં બેસીને લેપટોપ પર વર્ક કરવાનું હોય ત્યારે ચાર્જિંગ પોઇન્ટ અને WIFI સુવિધા કલાકો સુધી મેળવી શકાય છે. વળી, સ્ટડી કરતા કરતા કે ઓફિસ વર્ક કરતા કરતા હળવું, માઇલ્ડ કલાસિકલ મ્યુઝિક સાંભળવા પણ મળે છે.
કાફેઝમાં માહોલ લાઇવલી હોય છે : સિયા મહેતા
સિયા કહે છે કે લાયબ્રેરીમાં અમે ભણવા જઇએ છીએ પણ કાફેમાં થોડું એટમોસ્ફીયર હળવું હોય છે. લાયબ્રેરીમાં જરા માહોલ સિરિયસ લાગે છે. બધા ચુપચાપ ભણતા કે કામ કરતા હોય છે. કાફેમાં અગર Open to Sky હોય તો ઓર બેસવાની મજા આવે છે. ત્યાં લાઇટ મ્યુઝિક ડિફરન્ટ ફીલ આપે છે. તે કહે છે કે લાયબ્રેરીમાં શાંતિથી વાંચવું પડે છે. પણ કાફેમાં તમે એકલા હોવ તો થોડું તમારી ફાવટનું વાંચવાની લીબર્ટી રહે છે. લાયબ્રેરીના માહોલમાં પ્રેશર પણ લાગે છે.
પ્રેક્ટિકલ સબજેક્ટ્સ ભણવા માટે કાફેનું માહોલ બેસ્ટ છે : અનિષ્કા પટેલ
અનિષ્કા કહે છે કે કાફેઝમાં ઘણા લોકો મીટીંગ્સ માટે ભણવા અને વર્ક ફ્રોમ હોમવાળા લોકો કામ કરવા આવે જ છે. કાફેઝમાં કોફી અને સેન્ડવિચ ખાતા-ખાતા ભણવાની મજા આવે છે. સાથે જ ત્યાં મ્યુઝિક ચાલતું હોવાથી પ્રેક્ટિકલ સબ્જેક્ટ્સ ભણવાની મજા આવે છે. પણ થીયરીટીકલ સબ્જેક્ટ્સ માટે લાયબ્રેરી પ્રીફર કરાય કેમ કે શાંતિમાં જ વાંચવું પડે. અગર મોટું ગ્રુપ હોય તો લાયબ્રેરીમાં ભણવાનું પ્રીફર કરીએ તો ઓછી મસ્તી અને વાતો થાય અને શાંતિથી ભણી શકાય. અમે લાયબ્રેરી કરતા પાછું કેફેમાં જઇને ભણવાનું વધારે પ્રીફર કરશું.
સ્ટુડન્ટ 2થી3 કલાક તો વર્કિંગ કલાસ પીપલ 5-6 કલાક પોતાના પ્રોજેક્ટ માટે ગાળે છે
સિટીના કાફેમાં 11 અને 12માં ધોરણા વિદ્યાર્થી, કોલેજ સ્ટુડન્ટ અને નોર્મલ વર્કિંગ કલાસ પીપલ અને ફ્રી લાન્સિંગ કરતા હોય તેવા લોકો અને અબ્રોડ જવા માંગતા લોકો IELTS ની તૈયારી કરવા માટે આવતા હોય છે. એન્જિનીયરીંગ સ્ટુડન્ટ્સ, ટીન એજર્સ, વગેરે પણ ભણવા માટે કાફેઝમાં જવાનું પસંદ કરે છે. સ્ટુન્ડન્ટ 2થી 3 કલાક અને વર્કિંગ પીપલ મોર્નિંગથી સાંજ સુધી લેપટોપ પર તેમનું વર્ક કરતા હોય છે. અહીં સ્ટડી અને ઓફિસ વર્ક માટે ટાઈમ સ્પેન્ડ કરતા લોકો માત્ર એક કપ કોફી પણ પિતા હોય કે પછી જેટલું કન્ઝ્યુમ કરી શકતા હોય એટલુ પીઝ્ઝા, પાસ્તા, બર્ગર વગેરે એક કરતાં વધારે વખત ઓર્ડર કરે છે.