World

થાઈલેન્ડમાં સ્કૂલ બસમાં આગ: 25 વિદ્યાર્થીઓના મોત, ટાયર ફાટવાના કારણે અકસ્માત

થાઈલેન્ડમાં એક સ્કૂલ બસમાં લાગેલી આગમાં 25 વિદ્યાર્થીઓના મોત થયા છે. ન્યૂઝ એજન્સી એએફપીના જણાવ્યા અનુસાર બસમાં કુલ 44 લોકો હાજર હતા જેમાંથી 16 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ બચાવકર્મીઓ બાકીના બાળકોને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. પ્રાથમિક તારણ અનુસાર ટાયર ફાટવાને કારણે બસમાં આગ લાગી ગઈ હતી.

થાઈલેન્ડમાં એક સ્કૂલ બસમાં આગ લાગવાથી વિદ્યાર્થીઓ સહિત ઓછામાં ઓછા 25 લોકોના મોત થયા છે. ફાયર બ્રિગેડ અને બચાવ ટીમ ઘટના સ્થળે છે. અધિકારીઓ અને બચાવકર્મીઓએ જ આ માહિતી આપી છે. અકસ્માત દરમિયાન દાઝી જવાથી ઘણા લોકો ઘાયલ પણ થયા છે, જેમને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મૃત્યુઆંક વધે તેવી સંભાવના છે. અકસ્માત કયા કારણોસર થયો તે અંગે હજુ સુધી કોઈ ચોક્કસ માહિતી બહાર આવી નથી. આગ ઓલવવામાં અને પીડિતોને મદદ કરવામાં સ્થાનિક લોકો પણ બચાવ અને રાહત ટીમમાં જોડાયા હતા.

જોકે ઘટનાસ્થળે હાજર પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે બસનું ટાયર ફાટવાના કારણે આગ લાગી હતી. રોયટર્સ અનુસાર આ દુર્ઘટના બેંગકોકના ખુ ખોટ વિસ્તારમાં બપોરે લગભગ 12.30 વાગ્યે થઈ હતી. શાળાની બસ પ્રવાસથી પરત ફરી રહી હતી. બસમાં 3 થી 15 વર્ષ સુધીના બાળકો હતા. આ ઉપરાંત તેઓની સાથે 5 શિક્ષકો પણ મુસાફરી કરી રહ્યા હતા.

જોર સોર 100 ટ્રાફિક રેડિયો નેટવર્કે બપોરે 12.30 વાગ્યે ઝેર રંગસિત શોપિંગ મોલ પાસે ઇનબાઉન્ડ ફાહોન યોથિન રોડ પર બસમાં આગ લાગવાની જાણ કરી હતી. ફાયર એન્ડ રેસ્ક્યુ થાઈલેન્ડ અને થાઈ પીબીએસએ જણાવ્યું હતું કે બસ ઉથાઈ થાનીના લાન સાક જિલ્લાના વાટ ખાઓ પ્રયા સંખારમથી 38 વિદ્યાર્થીઓ અને છ શિક્ષકોને શૈક્ષણિક સફર પર લઈ જઈ રહી હતી. ટ્રાફિક પોલીસ રેડિયોએ જણાવ્યું કે ઘણા મુસાફરો માર્યા ગયા અને ઘાયલ થયા છે.

Most Popular

To Top