ઉનાળુ વેકેશન સમાપ્ત થઈ ચૂક્યું છે. શૈક્ષણિક સત્રનો શુભારંભ થઈ ચૂક્યો છે. સરકારનો પ્રવેશોત્સવ ‘કાર્યક્રમનો હેતુ નાનાં ભૂલકાંઓ ભાર વિના ભણે, હસતાં રમતાં- ગમ્મત કરતાં કરતાં જાણે. રમત ગમતની પ્રવૃત્તિઓ કરે. શાળાઓમાં રંગોળી પુરાશે. આસોપાલવના સુંદર તોરણો બંધાશે. શાળા પરિવાર બાળકોને કુમકુમ તિલક, ફૂલ ચોકલેટ આપી આવકારશે. આ બધું બાળ સંસ્કારઘડતર માટે અનિવાર્ય છે. રાજ્ય સરકાર દ્વારા આ સમયે નમોલક્ષી યોજના, નમો સરસ્વતી યોજના, મુખ્યમંત્રી વિજ્ઞાન હેતુ મેરિટ સ્કોલરશીપ, જ્ઞાનસાધના મેરિટ સ્કોલર શીપ વગેરે યોજનાઓના પ્રથમ હપ્તો બાળકોને મળી રહે તેવો પ્રબંધ થશે.
સ્પર્ધાત્મક તંદુરસ્ત વાતાવરણમાં બાળકો જીવંત બની રહેશે. ગુલાબ-મોગરાનાં મહેકતાં ફૂલો જેવાં ટાબરિયાં- સુંદર-ગુલાબી, હસતાં ખીલતાં બાળકોથી પ્રાથમિક શાળા, બાળમંદિરોના વર્ગખંડો શોભી ઊઠશે. કન્યા કેળવણી માટે સારી યોજનાઓ અમલમાં છે ત્યારે ગરીબ વિદ્યાર્થીઓને સમયસર સ્કોલરશીપ મળતી રહે એવો પ્રબંધ શિક્ષણ ખાતું કરશે એવી શ્રદ્ધા છે. બહુધા શૈક્ષણિક વર્ષ પૂરું થયા પછી પણ ખાતામાં જમા થતી નથી.
રાંદેર સુરત- રમીલા બળદેવભાઈ પરમાર– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે