દેશની રાજધાની દિલ્હી (DELHI)માં 26 જાન્યુઆરીએ થયેલી હિંસાના મામલે ધરપકડ કરાયેલા દીપ સિદ્ધુ (DIP SIDDHU) અને ઇકબાલ સિંહ આજે ક્રાઇમ બ્રાંચની ટીમ ચાણક્યપુરીથી લાલ કિલ્લા પહોંચી રહ્યા છે. અહીં પ્રજાસત્તાક દિન (REPUBLIC DAY)ના દિવસે બનેલી ઘટનાનું દૃશ્ય ફરીથી રીક્રીએટ (RECREATE CRIME SCENE) કરવામાં આવશે. પૂછપરછ દરમિયાન દીપ સિદ્ધુએ દાવો કર્યો હતો કે તે ભાવુક થઈ ગયો હતો અને ખેડૂતોમાં જોડાયો હતો. જો કે, પૂછપરછ દરમિયાન દીપ સિદ્ધુએ સ્પષ્ટ કર્યું હતું કે તે કોઈ કટ્ટરવાદી સંગઠન સાથે સંકળાયેલ નથી, પરંતુ તે તોડફોડ (VIOLENCE)ની વિચારધારામાં વિશ્વાસ રાખે છે.
પુછપરછ દરમિયાન દીપ સિદ્ધુએ કહ્યું હતું કે તેમને શંકા છે કે ખેડૂત નેતા (FARMERS LEADER)ઓ સરકાર સાથે વાતચીતમાં નરમ થઈ રહ્યા હતા અને લોકડાઉન દરમિયાન અને લોકડાઉન પછી દિલ્હી પોલીસ સાથે ટ્રેક્ટર રેલી દરમિયાન દીપ સિદ્ધુને કોઈ કામ મળ્યું ન હતું અને ઓગસ્ટમાં પંજાબમાં ખેડૂત આંદોલન શરૂ થયું, ત્યારથી જ તે તેના તરફ આકર્ષિત થયો હતો. પુછપરછ દરમિયાન દીપ સિદ્ધુએ જણાવ્યું હતું કે જયારે જ્યારે તે વિરોધ સ્થળોએ જતા હતા ત્યારે ત્યારે ત્યાં યુવકો મોટી સંખ્યામાં આવતા હતા.
માટે તેઓ 28 નવેમ્બરના રોજ ખેડૂતો સાથે દિલ્હી પહોંચ્યા હતા. પ્રજાસત્તાક દિનની પરેડના થોડા દિવસ પહેલા સિદ્ધુએ તેમના સમર્થકો સાથે મળીને પહેલાથી જ નિર્ધારિત માર્ગ તોડવાનો નિર્ણય કર્યો હતો. ત્યારબાદ દીપ સિદ્ધુએ તેમના સમર્થકોને સ્વયંસેવકનું જેકેટ ચોરી કરવાનું કહ્યું હતું. જેથી તેઓ પણ એજ ભેષમા ત્યાં પહોંચી આ આંદોલનને એક ઉગ્ર સ્વરૂપ (ACUTE FORM) આપી શકે, સાથે જ શાંત થઇ રહેલા ખેડૂત આંદોલનને ફરી ઉજાગર કરી હિંસક સ્વરૂપમાં પણ દર્શવી શકાય.
ટ્રેકટર રેલી પહેલાથી જ કાવતરું રચ્યું હતું
ઉલ્લેખનીય છે કે આંદોલનને હિંસક સ્વરૂપમાં દર્શાવવા પુરે-પુરી તૈયારી કરી દેવાય હતી એવું કહીએ તો તેમાં કોઈ બેમત નથી કારણ કે દીપ સિદ્ધુએ પહેલેથી જ કાવતરું ઘડ્યું હતું કે લાલ કિલ્લો સર કર્યા બાદ પણ જો શક્ય હોય તો ઈન્ડિયા ગેટ સુધી પહોંચવાનો પ્રયાસ કરવામાં આવશે. તપાસ દરમિયાન એ પણ બહાર આવ્યું હતું કે ફરાર આરોપી જુગરાજસિંહને ખાસ ધાર્મિક ધ્વજ લહેરાવવા (RELIGIOUS FLAG HOISTING) માટે લાવવામાં આવ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે મૂળ તરનતારનનો વતની જુગરાજ ગુરુદ્વારાઓમાં ધ્વજારોહણ કરતો હતો..