વડોદરા: પાર્કિંગ ના પાઠ ભણાવતા પાલિકામાં જ પાર્કિંગ ના વાંધા છે.શહેરના કોઈ પણ વિસ્તારમાં કમર્શિયલ,હાઇરાઇઝ બિલ્ડિંગમાં 30% પાર્કિંગ હોવું જોઈએ જોકે પાલિકા માં પાર્કિંગ ન હોવાથી સિક્યુરિટી કર્મચારીઓ સાથે મુલાકાતીઓની માથાકૂટ થાય છે.જોકે તેના ભોગ સિક્યુરિટી કર્મચારી બને છે. અને પાલિકાના કર્મચારીઓ અને ગેટ ની બહાર રોડ પર ગાડિયો પાર્ક કરતા ટ્રાફિક જામનાં દ્રશ્યો સર્જાય છે. મહાનગરપાલિકા નાગરિકોને કાયદાનું પાલન કરાવે છે. જોકે શહેરમાં કોઈપણ વિસ્તારમાં કોમર્શિયલ ,હાઇ રાઈઝ બીલડીગ માં પાર્કિંગ બાબતે 30% જગ્યા હોવી જોઈએ જો કે ખનદેરાવ માર્કેટ ની વડી કચેરીમાં જ પાર્કિંગના વાંધા છે.
મહાનગરપાલિકાની ખંડેરાવ માર્કેટ ખાતે વડી કચેરી આવેલી છે જેમાં પાર્કિંગ નહિવત છે પાલિકાના સક્ષમ અધિકારીઓ ફોરવીલ લઈને આવે તો પોલો ગ્રાઉન્ડ પણ ઓછું પડે.પરંતુ પાલિકાના જ કર્મચારીઓ પોતાનું વાહન બહાર પાર્ક કરે છે અને બહારથી મુલાકાત માટે આવનારા અરજદારો પણ ગાડીઓ બહાર પાર્ક કરે છે. અને જો અંદર પાર્ક કરવામાં આવે તો તેમાં સિક્યુરિટીના કર્મચારીઓ સાથે માથાકૂટ પણ થાય છે.
શહેરની જાહેર મિલકતો સરકારી કે કોમર્શિયલ કાયદા જોગવાઈ પ્રમાણે 30 પાર્કિગ હોવુ જોઈએ જોકે 90% બેંક, ઇનસોરન્સ, જિમ, ધાર્મિક સ્થાનો ,હોસ્ટેલ ,હોસ્પિટલ નર્મદા ભુવન ,કુબેર ભવન કલેકટર ,ખંડેરાવ માર્કેટ, કેન્દ્ર અને રાજ્ય સરકારની કચેરીઓ,વુડા, તમામ સ્કૂલો કોચિંગ ક્લાસ માં પાર્કિંગ ના ઠેકાણા નથી. અને મુલાકાતીઓ રોડ પર વાહનો રોડ પર પાર્કિગ કરે છે. સીટીઝન માટે પણ વહીલચેર ની પણ વ્યવસ્થા કરવામાં આવી નથી અને જે સરકારી કચેરીમાં સિનિયર સિટીઝન અરજદારને અનિવાર્ય આવવાનું હોય તો તેના માટે ઢાળ ની પણ વ્યવસ્થા કરી નથી .
પાર્કિંગ ફૂલના પાટિયા, સરપંચે ગાડી મૂકતા વિવાદ સર્જાયો
પાલિકામાં પાર્કિંગ બાબતે સિક્યુરિટી અને એક ગામના સરપંચ સાથે માથાકુટ થઇ હતી જોકે સિક્યુરિટી કર્મચારી પોતાની ફરજ નિભાવી રહ્યો હતો ત્યારે ગામનો સરપંચ બોલવાનું ભાન ભૂલ્યા હતા મ્યુનિસિપલ કમિશનર જ્યાં બેસે છે ત્યાં ત્યાં નીચે પાર્કિંગમાં ગામના સરપંચે ગાડી પાર્ક કરી હતી જોકે સિક્યુરિટી કર્મચારીએ ગાડી અંદર પાર્ક નહીં કરવી પાર્કિંગ ફૂલ થઇ ગયું છે જો કે અંદર ગાડી ને ઉચ્ચ અધિકારીઓને પાર્કિંગ કરવામાં તકલીફ કરતાં તેને ગામના સરપંચ ને કીધું હતું ગામનો સરપંચ રાય બહાદુરની ભાષામાં સિક્યુરિટી માણસને ખખડાવ્યો હતો.