સુરત: આવકવેરા વિભાગે દેશભરમાં 200 સ્થળોએ સર્ચ ઓપરેશન ગોઠવી રાજકીય પાર્ટીને આપવામાં આવતા ખોટા દાનને લઇને તપાસ કરી છે. સુરત, વાપી અને ભરૂચમાં આવકવેરા વિભાગના સામૂહિક દરોડા દરમિયાન 150થી વધુ અધિકારીઓ જોડાયા હતા.
- રિટર્ન ભરતી વખતે પોલિટિકલ પાર્ટી, ઇન્સ્યુરન્સ, સ્કુલની ફી,સામે બેફામ ક્લેઇમ મૂકીને ટેક્સ બચાવાનું રેકેટ ચલાવવામાં આવતું હતું
- દક્ષિણ ગુજરાતની સાથે દેશભરમાં આઈટીએ 200 સ્થળે સર્ચ ઓપરેશન હાથ ધર્યું
સુરતમાં દરોડા દરમિયાન વરાછા અને નાનપુરા વિસ્તારમાં આવેલા બે સીએ.અને બે ટેક્સ કનસલટન્ટ ને ત્યાં તપાસ કરવામાં આવી હતી.સુરત, વાપી,ભરૂચમાં સીએ.અને ટેક્સ કનસલટન્ટના કર્મચારીઓને ત્યાં પણ સર્ચ કાર્યવાહી કરવામાં આવી હતી.નાના રાજકીય પક્ષોને દાન આપી પાછળથી રોકડ 80/20 ન રેશ્યોમાં લેવાનો આ મામલો છે.
આવકવેરા વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ તપાસ હજી બે દિવસ સુધી ચાલશે.આ કાર નિષ્ણાતો દ્વારા કેટલાં બોગસ રિટર્ન અ્ને ક્લેઇમ કરાયા છે એની યાદી તપાસનીશ અધિકારીઓ તૈયાર કરી રહ્યાં છે. બોગસ અને ખોટા ક્લેઇમનો આંકડો કરોડોને પાર જઇ શકે એમ છે. આ ફર્મની ભૂમિકા તપાસમાં ખુલ્લા પછી જેટલી રકમના ખોટા ક્લેઇમ હશે તેની પર ટેક્સ, વ્યાજ અને પેનલ્ટી ચૂકવવી પડશે. સુરત આવકવેરા વિભાગની ઇન્વેસ્ટિગેશન વિંગના ડીઆઇ ઘોષ, અને એડીઆઇ દિપેન્દ્રકુમારના માર્ગદર્શન હેઠળ આ ગુપ્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.
વહેલી સવારે જ અધિકારીઓનો કાફલો વરાછારોડ અને નાનપુરા વિસ્તારની 2/2 મળી કુલ 4 ઓફિસ અને 6 થી 8 કર્મચારીઓને ત્યાં પહોંચ્યો હતો. વેતન ધારક કર્મચારીઓ જેવા કે, હીરા કારીગર, બેંક કર્મચારીઓના નામે મોટાપાયે રિટર્ન ભરવામાં આવ્યા હતા.તેમના રિટર્ન ભરતી વખતે પોલિટિકલ પાર્ટી, ઇન્સ્યુરન્સ, સ્કુલની ફી,સામે બેફામ ક્લેઇમ મૂકીને ટેક્સ બચાવાનું રેકેટ ચલાવવામાં આવતું હતું.શિક્ષણ અને આરોગ્યના જે ડોનેશનમાં 100 ટકા કરમુક્તિ છે તેમાં પણ બોગસ ડોનેશન બતાવતા હતા.
જે રકમનો લાભ થાય તેમાંથી અમુક ટકા કમિશન રિટર્ન ભરનારને પરત આપવામાં આવતું હતું.આ ઓપરેશનને “NUDGE” નામ આપવામાં આવ્યું છે. આ એ ઝુંબેશ છે જેમાં ટેક્સપેયરને તેમના શંકાસ્પદ અને અસમર્થિત કપાત વિશે માહિતી આપવામાં આવી હતી. સાથે જ સલાહ આપવામાં આવી હતી કે, કોઈપણ પેનલ્ટીથી બચવા માટે સુધારેલ અથવા અપડેટ કરીને રિટર્ન ફાઇલ દાખલ કરવામાં આવે.
જૂના ટેક્સ સ્લેબ અંતર્ગત કપાતનો દુરુપયોગ અટકાવવા માટે સામૂહિક દરોડા પાડવામાં આવ્યા
વિભાગને શંકા છે કે,આલોકો અને સંગઠનો રાજકીય પક્ષોને આપવામાં આવેલા દાન, ટ્યુશન ફી, મેડિકલ ફી વગેરેના નકલી દસ્તાવેજો દ્વારા ટેક્સચોરીમાં મદદ કરતા હતા. ખોટા દાનના કાગળઓ તૈયાર કરાયા.
કલમ 80 GGC હેઠળ નોંધાયેલા રાજકીય પક્ષોને આપવામાં આવતા દાન પર ટેક્સમાં છૂટ મળે છે. ઈન્કમટેક્સ વિભાગે સોમવારે એવા લોકો અને સંગઠનો પર દરોડા પાડ્યા હતા જેઓ રાજકીય પક્ષોને નકલી દાનના કાગળો તૈયાર કરતા હતા. ઘણી વખત આવા લોકો ટેક્સ બચાવવા માટે બિન નોંધાયેલ અથવા શંકાસ્પદ સંગઠનો થકી નકલી દાન આપે છે.
દરોડાનો ટાર્ગેટ એવા નેટવર્ક ઉપર પણ છે જે નકલી ટ્યુશન ફી, મેડિકલ બિલ અને અન્ય ટેક્સ બચત કરતા દસ્તાવેજો તૈયાર કરે છે અને ટેક્સપેયર્સને ટેક્સ ચોરીમાં મદદ કરે છે. આ રેડ જૂના ટેક્સ સ્લેબ અંતર્ગત કપાતનો દુરુપયોગ અટકાવવા માટે છે. અધિકારીઓ કહે છે કે ઘણા ટેક્સપેયર યોગ્ય દસ્તાવેજો વિના તેમના ક્લેમને વધારી કરીને દેખાડી રહ્યા છે. એવા તમામ લોકો ટેક્સ ચોરી કરી રહ્યા હતા.