બંગાળ: બંગાળના (Bengal) શિક્ષક ભર્તી કૌભાંડ (SCAM) કેસમાં ધરપકડ કરાયેલ બંગાળના પાર્થ ચેટર્જી અને તેમની સહયોગી અર્પિતા મુખર્જીની ધરપકડ (Arrest) પછી મોટો ખુલાસો થયો છે. EDના સૂત્રોના જણાવ્યા અનુસાર, બંનેની પૂછપરછ અને અર્પિતાના ઘરેથી મળી આવેલી ડાયરીમાં (Diary) ખુલાસો થયો છે કે કૌભાંડના પૈસા (Money) કેટલાક અદ્રશ્ય હાથો સુધી પહોંચ્યા છે. ED તેમના સુધી પહોંચવા માટે સખત પ્રયાસ કરી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર અર્પિતાના ઘરેથી કુલ ત્રણ ડાયરીઓ મળી આવી છે. આ ઉપારાંત 20 કરોડ રૂપિયા તેમજ 3 કિલો સોનુ મળી આવ્યું છે.
ED સૂત્રોનો દાવો છે કે આ ડાયરીઓમાં ઘણી જગ્યાએ સાંકેતિક ભાષામાં ઘણું બધું લખવામાં આવ્યું છે. પૂછપરછ દરમિયાન ED આ સાંકેતિક ભાષાઓને સમજવાનો પ્રયાસ કરી રહી છે. સૂત્રો પાસેથી જાણકારી મળી આવી છે કે આ સાંકેતિક ભાષામાં એવા અદ્રશ્ય હાથોનો પણ ઉલ્લેખ છે, જેમના સુધી કૌભાંડના પૈસા પહોંચ્યા છે. આજની તપાસમાં ઈડીએ 20 કરોડ રૂપિયાની રોકડ રિકવર કરી છે અને ત્રણ કિલો સોનું પણ જપ્ત કર્યું છે. આ ઉપરાંત આ કેસમાં અત્યાર સુધીમાં EDએ 42 કરોડ રોકડ રિકવર કરી છે. વિદેશી ચલણ પણ જપ્ત કરવામાં આવ્યું છે. છેલ્લા દરોડામાં અર્પિતાના ઘરેથી 20થી વધુ ફોન અને ઘણી કંપનીઓના દસ્તાવેજો પણ મળી આવ્યા હતા.
બંગાળ શિક્ષક ભર્તી કૌભાંડમાં ધરપકડ કરાયેલા ઉદ્યોગ પ્રધાન પાર્થ ચેટરજીની સહાયક અર્પિતા મુખર્જીના બેલઘરિયાના રતલા ખાતેના તેના ફ્લેટમાંથી મોટી રકમ મળી આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ઈડીએ પૈસાની ગણતરી માટે પાંચ મશીનનો પણ મંગાવ્યા છે. બુધવારે સવારે ઇડીની એક ટીમ બપોરે બેલઘરિયાના રથતાલા સ્થિત અર્પિતાના ફ્લેટ પર પહોંચી તો ફ્લેટને તાળું મારેલું હતું. EDએ લાંબા સમય સુધી રાહ જોઈ અંતે EDએ ફ્લેટનો દરવાજો તોડી અંદર પ્રવેશ કર્યો હતો. જણાવી દઈએ કે થોડા દિવસ પહેલા જ EDને અર્પિતા મુખર્જીના તાલીગંજના ફ્લેટમાંથી 21 કરોડ રૂપિયા મળ્યા હતા.
બંગાળ શિક્ષક ભરતી કૌભાંડમાં ઉદ્યોગ પ્રધાન પાર્થ ચેટર્જીની ધરપકડ બાદ થયેલા હુમલા વચ્ચે, મુખ્યમંત્રી મમતા બેનર્જીએ બુધવારે તેમની સરકારનો બચાવ કર્યો અને કહ્યું કે જો કોઈ ભૂલ કરશે તો તેને કડક સજા મળશે. તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે જે કોઈ પણ ખોટું કામ કરે છે તેને સજા મળવી જોઈએ. સાથે જ તેઓએ જણાવ્યું હતું કે તેઓ ભ્રષ્ટાચારનું સમર્થન કરતા નથી.