Dakshin Gujarat

સાયણમાં નેલ પોલિશ કારખાનામાં અચાનક લાગી આગ, કરોડો રૂપિયાનું થયું નુકસાન

સાયણ: સાયણ અંજની ઇન્ડસ્ટ્રી ના એક નેલ પોલિશ બનાવતા કારખાનામાં અચાનક આગ ફાટી નીકળતા ભાગદોડ મચી ગઇ હતી. એટલું જ નહિ પણ કોસાડ ફાયર સ્ટેશનની 2, મોટા વરાછા ની એક અને કતારગામ ફાયર સ્ટેશનની એક મળી ચાર ફાયર બ્રિગ્રેડ ની ટીમોએ 2 કલાક ની જહેમત બાદ આગ કાબુમાં લેવામાં સફળ રહ્યા હતા. ફાયર ઓફિસર હરેન્દ્ર ભગવાકરે જણાવ્યું હતું કે આગ ઉગ્ર હતી. જોકે કન્ટ્રોલમાં આવ્યા બાદ કુલિંગમાં વધુ સમય લાગ્યો હતો. કોઈ જાનહાની નોંધાય નથી.

  • ચાર ફાયર બ્રિગ્રેડ ની ટીમોએ 2 કલાક ની જહેમત બાદ આગ કાબુમાં લેવામાં સફળ રહ્યા
  • ખાતામાં કેમિકલ ને કારણે આગ ઉગ્ર બની રહી હતી-ફાયર ઓફિસર

ફાયર વિભાગે જણાવ્યું હતું કે કોલ સવાર નો હતો. ઘટનાની ગંભીરતા જોઈ તત્કાલિક ચાર ટીમ રવાના કરી દેવાઈ હતી. સ્થળ પર એક ખાતામાં આગ ની જ્વાળા દેખાય રહી હતી. કેમિકલ ને કારણે આગ ઉગ્ર બની રહી હતી. જોકે ચારેય ટિમો એ એક સાથે ચારેય દિશાઓમાંથી પાણીનો મારો ચલાવતા 2 કલાકમાં આગ કાબુમાં અવાઈ ગઈ હતી. જોકે કુલિંગ કરતા ચાર કલાક લાગ્યા હતા. ત્યારબાદ આજુબાજુના ખાતેદારોએ રાહતનો શ્વાસ લીધો હતો.

વધુમાં જણાવ્યું હતું કે આગમાં નેલ પોલિશ બનાવવાનો બધો સામાન બળી ને ખાખ થઈ ગયો હતો. હાય લાયનર મશીન, CC કેમેરા, કલર મિક્સર મસીન, પેકેઝ બોક્સ, કેમિકલ સ્ટોક, એસી, હેન્ડ પોલિશ નું કેમિકલ સહિત નો માલ આગમાં ખાખ થઈ જતા લાખો કરોડોનું નુકશાન થયું હોય એમ શકાય છે.

Most Popular

To Top