જળ એજ જીવન છે, જળ વગર કંઇજ શકય નથી. દર વર્ષે વરસાદ સારા પ્રમાણમાં પડે છે અને મોટા ભાગનું પાણી નદી, સમુદ્ર માં વહી જાય છે, ભૂગર્ભ જળ સપાટી પણ દિવસે દિવસે ઓછી થતી જાય છે. અને પાણી ની અછત માર્ચ એપ્રિલ આવતા શરૂ થઈ જાય છે. ગ્રામ્ય વિસ્તારમાં પાણી ની એવી અછત પડે છે કે બસ માં બીજા ગામ પાણી લેવા જવું પડે છે આ ઘટના સ્વયં મે જોયેલું સનાતન સત્ય છે.
(દક્ષિણ ગુજરાત ની ઘટના છે. પાણી વગર ઘરમાં કોઈ કામ થઈ શકતા નથી. પાણી પણ આધારિત કેમિકલ કંપની પોતાના ઉત્પાદનો બનાવી શકતા નથી, ખેતી પણ પાણી વગર થઇ શકતી નથી. દરેક ક્ષેત્રમાં પાણી જોઈએ અને પાણી અમૃત સમાન છે. માટે ચોમાસામાં વરસાદ પડે એ સ્વચ્છ પાણી કુવા, બોર મા ઉતારવું જોઈએ અને વહી જતું પાણી વહેતું અટકાવી ભૂગર્ભ જળ સપાટી વધારીએ. અને ઊંડા જતા જળ સપાટી ને રોકીને પાણી બચાવીએ, શહેર માં બહુમાળી ઇમારત માં બોર હોય છે.
ત્યાં વરસાદ ના પાણી ને બોર માં ઉતારવું જોઈએ અને ભૂગર્ભ જળ સપાટી વધારી શકાય. દરેક ઈમારત માં આ રીતે પાણી નો સંગ્રહ કરી શકાય. ખેડૂત પાસે ઘણી જમીન હોય તો એકાદ વીઘા ની ખેત તલાવડી બનાવે તો વરસાદ નું પાણી સંગ્રહ કરી એજ સંગ્રહીત પાણી થી ખેતી માં ઉપયોગ કરી શકે. ભૂતકાળ માં જુના મકાનમાં પાણી ના મોટા ટાંકા હતા અને વરસાદ નું પાણી સંગ્રહ કરી વાપરતા હતા. પાણી ની જરૂરિયાત ફક્ત કુદરત જ પૂરી કરી શકે છે. બાકી ગામડા અને શહેરોમાં પાણી ના ટેન્કર સૌએ જોયા જ હશે. માટે વરસાદ નું પાણી વહી જતું અટકાવવા પ્રયત્ન કરવો જ જોઈએ. જળ હશે તો જ જીવન શકય છે.
વડોદરા – જયંતીભાઈ પટેલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
બાપ દીકરાની પેઢીમાં ધંધો કરશો નહીં
મહિનામાં એકાદ બે વાર મારો દીકરો કહ્યામાં નથી એવી જાહેર જનતા જાણમાં ચેતવણી આપવામાં આવે છે. બેંકમાંથી લોન લઈ ધંધો કરનાર બાપ દીકરો વકીલની સલાહ લઈ આવી જાહેર ચેતવણી આપી છટકી જાય છે. આવાં કૌભાંડો કદી પકડાતાં નથી. લેણદારોને નવડાવનારા આવા ગુનાહિત ભાગીદારોથી છેટા રહેજો. આમાં અર્ધા ભાગની જવાબદારીમાંથી છટકી જનાર બીજો ભાગીદાર જો કે એક જ છાપરા નીચે રહેતા હોય છે.
અડાજણ – અનિલ શાહ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.