Business

પર્યાવરણ બચાવો, ઈકો-ફ્રેન્ડલી સ્ટેશનરી અપનાવો

કોરોનાકાળમાંથી શીખ લીધા બાદ હવે પર્યાવરણ બચાવોના હેતુસર માર્કેટમાં ઈકો-ફ્રેન્ડલી સ્ટેશનરીનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. પેપર અને પુઠાના વેસ્ટને રિસાયકલ કરીને તેમાંથી પેન્સિલ, કલર, નોટબુક અને રબર બનાવવામાં આવી રહ્યા છે. આ વસ્તુઓ સંપૂર્ણપણે ઈકો ફ્રેન્ડલી છે. તેમાં કોઈ પણ પ્રકારનું પ્લાસ્ટીક કે કલર ન હોવાથી પર્યાવરણને કોઈ પણ પ્રકારનું નુકસાન થતું નથી. બાળકોમાં પણ પર્યાવરણના રક્ષણ અંગે જાગૃતિ આવે તે ઉદ્દેશ્ય સાથે પેન્સિલ અને નોટબુકમાંથી પણ પ્લાન્ટેશન કરી શકાય તે પ્રકારની રિસાયકલ્ડ સ્ટેશનરીની વસ્તુઓનો માર્કેટમાં ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે અને કલરફૂલ હોવાને કારણે વિદ્યાર્થીઓને પણ પસંદ આવી રહ્યો છે.

  • ઈકો-ફ્રેન્ડલી પેન્સિલ

આ પ્રકારની પેન્સિલ ન્યુઝ પેપરમાંથી બનાવવામાં આવે છે. ન્યુઝ પેપરના પેજને રાઉન્ડ આકારમાં વાળીને તેમાં ગ્રેફાઈટની નીડલ સેટ કરી તેને પેન્સિલ ફોર્મમાં કન્વર્ટ કરવામાં આવે છે. આ પેન્સિલના ઉપરના છેડે તુલસી જેવા પ્લાન્ટના સિડ્સ મુકવામાં આવે છે. જેથી પેન્સિલ પુરી થયા બાદ વિદ્યાર્થીઓ તેને ફેંકી દે તો આ સિડ્સ જમીન પર કે પાણીમાં પ્લાન્ટના સ્વરૂપમાં ઉગી નિકળે છે. આ જ પ્રકારની ગોઠવણ કલર પેન્સિલ અને બોલપેનમાં પણ કરવામાં આવે છે.

  • ઈકો-ફ્રેન્ડલી નોટબુક

આ પ્રકારની બુકના પુઠ્ઠામાં નાના નાના પ્લાન્ટના સિડ્સ મિક્સ કરેલા હોય છે. નોટબુક પુરી થઈ ગયા બાદ તેના કાગળ કે પુઠ્ઠાને પાણીમાં કે જમીનમાં ફેંકી દઈએ તો ત્યાંથી આ પ્લાન્ટ ઉગી નીકળે છે. જેના કારણે ખોટો વેસ્ટ ઉત્પન્ન થતો નથી અને પર્યાવરણને પણ ફાયદો થાય છે.

Most Popular

To Top