Gujarat

સૌરાષ્ટ્રમાં ગેરકાયદે ખનીજ ચોરીમાં સંડોવણી બદલ એક IPSના બે વહીવટદારની બદલી

ગાંધીનગર : સૌરાષ્ટ્રમાં (Saurashtra) મોટા પાયે ખનીજ ચોરી (stealing minerals) ચાલી રહી છે. જેના પગલે હવે ડીજી વિજીલન્સ સ્કવોડ ( સ્ટેટ મોનિટરિંગ સ્કવોડ ) દ્વારા તાજેતરમામ મોરબી તથા પોરબંદર પાસે ખનીજ ચોરી અટકાવવા માટે દરોડાની (Raid) કાર્યવાહી હાથ ધરાઈ હતી. જેમાં કરોડોની ખનીજ ચોરી તો ઝડપાઈ છે, તે ઉપરાંત ખનીજ ચોરી પોલીસની (Police) રહેમ નજર હેઠળ ચાલતું હોવાનું પણ બહાર આવ્યું હતું. જેના પગલે એક આઈપીએસ અધિકારીના વહીવટદાર તરીકે કામ કરતાં બે પોલીસ કર્મીઓની તાપી અને અરવલ્લીમાં બદલી કરી દેવાઈ છે.

મોરબી જિલ્લાના હળવદ તાલુકામાંથી પસાર થતી બ્રહ્માણી નદીમાં ચાલતા રેતી ચોરીના કૌભાંડનો સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડો પાડી પર્દાફાશ કર્યો છે. ના ડીજી વિજીલન્સ સ્કવોડની ટીમના પોલીસ અધિકારીઓની ટીમે દરોડામાં 12 હિટાચી મશીન 13 ડમ્પર ટ્રક 2-2 ઓપન ટ્રક-ટ્રેક્ટર ટ્રોલી 82,130 ટન રેતી સહિત કુલ રૂપિયા 12.64 કરોડનો મુદ્દામાલ કબજે કરી જીતેન્દ્રસિંહ પરમાર સહિત 30 આરોપીઓને સ્થળ પરથી ઝડપી લીધા હતા એટલું જ નહીં કરોડો રૂપિયાની રેતી ચોરીનો પર્દાફાશ કર્યો હતો.

ગત ફેબ્રુઆરી મહિનાના મધ્યમાં ડીજી વિજીલન્સ સ્કવોડની ટીમે જુદી જુદી ટીમોએ પોરબંદર-દ્ધારકા હાઈવે પર આવેલા કુછડી ગામ ના દરિયા કિનારે ચાલતી ખનીજ ચોરી પકડી પાડી હતી. દરિયા કિનારે કુલ 15 ખાણમાંથી બેલા-ચૂના પથ્થર ચોરી કરતી 33 શખ્સોની ટોળકીને ઝડપી લઈ 1.38 કરોડના વાહનો સહિતનો મુદ્દામાલ કબજે કરાયો હતો.આ કુછડી ગામે પકડાયેલી ખનીજ ચોરીના મમલે સ્થાનિક પોલીસની સંડોવણી પણ બહાર આવી હતી.જેના પગલે હેડ કોન્સ્ટેબલ અને પોલીસ કોન્સ્ટેબલની જિલ્લા બહાર બદલી કરી દેવાઈ હતી. આ બન્ને પોલીસ કર્મીઓ એક આઈપીએસના વહીવટદાર તરીકે કામ કરી રહ્યાં હતા.

Most Popular

To Top