National

સાઉદી અરેબિયાએ ભારત સહિત 16 દેશોની મુસાફરી પર પ્રતિબંધ મૂક્યો

સાઉદી અરેબિયા: સાઉદી અરેબિયાએ (Saudi Arabia) લાખો ભારતીયોને (Indian) મોટો ઝટકો આપ્યો છે. કોરોના (Corona) સંક્રમણના વધતા જતા કેસોને જોતા સાઉદી અરેબિયાએ ભારત સહિત 16 દેશોમાં નાગરિકોના પ્રવાસ પર પ્રતિબંધ મૂક્યો છે. સાઉદી અરેબિયાના પાસપોર્ટના જનરલ ડિરેક્ટોરેટે આ મામલે શનિવારે આદેશ જાહેર કર્યો હતો. જેમાં ભારત ઉપરાંત આ દેશોમાં ઈરાન, તુર્કી, યમન, વિયેતનામ, કોંગો, ઈથોપિયા, વેનેઝુએલામાં પ્રવાસ પ્રતિબંધ લગાવ્યો છે.

સાઉદી અરેબિયાએ અહેવાલમાં જણાવ્યું છે કે સાઉદી પ્રશાસને તેના આદેશમાં ભાર મૂક્યો છે કે બિન-અરબ દેશોમાં મુસાફરી કરવા માંગતા આવા સાઉદી લોકોના પાસપોર્ટની માન્યતા 6 મહિનાથી વધુ હોવી જોઈએ. તેઓના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે અરબ દેશોની અંદર મુસાફરી કરતા લોકોના પાસપોર્ટની માન્યતા 3 મહિનાથી વધુ હોવી જોઈએ. અન્ય ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલ દેશોમાં મુસાફરી કરવા માંગતા સાઉદી નાગરિકો માટે, તેમના રાષ્ટ્રીય ID કાર્ડની માન્યતા 3 મહિનાથી વધુ હોવી આવશ્યક છે.

મંકીપોક્સનો કોઈ કેસ નોંધાયો નથી: સાઉદી અરેબિયા
દરમિયાન, સાઉદી અરેબિયાના આરોગ્ય મંત્રાલયે લોકોને ખાતરી આપી છે કે દેશમાં હજુ સુધી મંકીપોક્સનો કોઈ કેસ નોંધાયો નથી. સાઉદી અરેબિયાના ડેપ્યુટી હેલ્થ મિનિસ્ટર અબ્દુલ્લા અસિરીએ કહ્યું કે સરકાર પાસે શંકાસ્પદ મંકીપોક્સ કેસોની દેખરેખ અને ઓળખ કરવાની સંપૂર્ણ ક્ષમતા છે. તેમણે કહ્યું કે જો દેશમાં મંકીપોક્સનો મામલો સામે આવે છે, તો દેશ પાસે તેની સામે લડવાની ક્ષમતા પણ છે.

સાઉદીમાં કામ કરતા લાખ્ખો ભારતીયો મુશ્કેલીમાં
અસિરીએ કહ્યું, ‘મંકીપોક્સના મેન ટુ મેન સંક્રમણના કેસ ખૂબ જ મર્યાદિત છે. આવી સ્થિતિમાં, મંકીપોક્સ ફાટી નીકળવાનું જોખમ, જ્યાં કેસ મળી આવ્યા છે, તે ખૂબ જ ઓછું છે. દરમિયાન, વિશ્વ આરોગ્ય સંસ્થાએ કહ્યું છે કે વિશ્વમાં મંકીપોક્સના વધુ કેસ હોઈ શકે છે. શનિવાર સુધીમાં, 12 દેશોમાં મંકીપોક્સના 92 કેસની પુષ્ટિ થઈ હતી. સાઉદી અરેબિયામાં લાખો ભારતીયો કામ કરે છે. આ પ્રવાસ પ્રતિબંધથી તેમની મુશ્કેલી વધી શકે છે.

Most Popular

To Top