World

પાકિસ્તાનના પેશાવરમાં લેન્ડિંગ દરમિયાન સાઉદી એરલાઈન્સના વિમાનમાં આગ લાગી, 10 ઘાયલ

પાકિસ્તાનના પેશાવર એરપોર્ટ પર ગુરુવારે સાઉદી એરલાઈન્સની ફ્લાઈટમાં આગ લાગી હતી. જેમાં 10 લોકો ઘાયલ થયા હતા. પ્લેન લેન્ડિંગ કરી રહ્યું હતું ત્યારે આ અકસ્માત થયો હતો. તમામ મુસાફરો અને કેબિન ક્રૂ સભ્યોને ઈમરજન્સી ગેટમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. આ ફ્લાઈટ રિયાધથી પેશાવર આવી હતી. રિપોર્ટ અનુસાર આ દુર્ઘટના લેન્ડિંગ ગિયરમાં કોઈ ખામીને કારણે થઈ છે. જો કે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી.

પ્લેનમાં 276 મુસાફરો અને 21 ક્રૂ મેમ્બર સવાર હતા
સાઉદી એરલાઇન્સ 792માં 276 મુસાફરો સવાર હતા. આ સિવાય 21 ક્રૂ મેમ્બર હતા. એર ટ્રાફિક કંટ્રોલરના જણાવ્યા અનુસાર લેન્ડિંગ બાદ પ્લેનમાંથી ધુમાડો નીકળતો જોવા મળ્યો હતો. આ પછી પાયલટને આ અંગે જાણ કરવામાં આવી હતી. આ સાથે ફાયર એન્ડ રેસ્ક્યુ સર્વિસને પણ જાણ કરવામાં આવી હતી. આગની માહિતી મળતાં જ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આ આગ તાત્કાલિક કાબૂમાં લેવામાં આવી હતી. વિમાનમાંથી તમામ મુસાફરો અને ક્રૂને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.

અમેરિકામાં પણ થયો અકસ્માત, ફ્લોરિડાથી ફોનિક્સ જઈ રહેલા પ્લેનનું ટાયર ફાટ્યું
અમેરિકાના ટેમ્પા ઈન્ટરનેશનલ એરપોર્ટ પર બુધવારે પણ મોટી દુર્ઘટના ટળી હતી. અમેરિકન એરલાઇન્સની ફ્લાઇટ 590નું જમણું ટાયર ટેક ઓફ દરમિયાન ફાટ્યું હતું. આ દરમિયાન પ્લેનમાં 176 મુસાફરો અને 6 ક્રૂ મેમ્બર સવાર હતા.

આ ઘટના પ્લેન ઉડાન ભરતા પહેલા બની હતી ત્યારબાદ તેને છેલ્લી ઘડીએ રોકી દેવામાં આવ્યું હતું જેના કારણે કોઈ જાનહાની કે જાનમાલનું નુકસાન થયું નથી. આ પ્લેન ફ્લોરિડાથી ફોનિક્સ જઈ રહ્યું હતું. અમેરિકન એરલાઈન્સે એનબીસી ન્યૂઝને જણાવ્યું હતું કે અકસ્માત ટાયર પાસે સ્પાર્કને કારણે થયો હતો.

ટેમ્પા ઈન્ટરનેશનલ એરપોર્ટે પુષ્ટિ કરી કે આ ઘટના બુધવારે સવારે 8 વાગ્યે (સ્થાનિક સમય મુજબ) બની હતી. આ ઘટના સાથે જોડાયેલ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. એવું જોવામાં આવે છે કે પ્લેનનું જમણું ટાયર ફાટ્યા પછી વ્હીલ છુટું થઈ બહાર આવી ગયું. આ પછી ત્યાંથી તણખા નીકળવા લાગ્યા, જેના પછી ધુમાડો ફેલાઈ ગયો અને એક પૈડું તૂટી ગયા પછી પણ વિમાન બે પૈડાંની મદદથી ચાલતું રહ્યું.

ટાયર ફાટ્યા પછી પણ પ્લેન આગળ વધતું રહ્યું
ટાયર ફાટવા છતાં રનવેના અંતમાં અટકતા પહેલા પ્લેન માત્ર બે પૈડાં પર દોડતું રહ્યું. બાદમાં જ્યારે પ્લેન રોકાયું ત્યારે ઈમરજન્સી વાહનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. અમેરિકન એરલાઈન્સના પ્રવક્તા આલ્ફ્રેડો ગાર્ડુનોએ જણાવ્યું હતું કે મુસાફરો અને ક્રૂને કોઈ ઈજા થઈ નથી અને તેમને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે. આ પછી પ્લેનને ટર્મિનલ પર મોકલવામાં આવ્યું હતું. એરલાઈને જણાવ્યું કે મુસાફરોને બીજી ફ્લાઈટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. આ ઘટનાથી અન્ય ફ્લાઈટને કોઈ અસર થઈ નથી.

Most Popular

To Top