Entertainment

તૃપ્તિ ડમરીછે વાવાઝોડું કેસફળતાની ડમરી?

ગુડ ન્યૂઝ’ ફિલ્મ આવેલી ત્યારે તે કિયારા અડવાણી માટે ગુડ સ્ટાર્ટ બની ગયેલી અને હવે ‘બૅડ ન્યૂઝ’ રજૂ થઇ રહી છે તો ઘણા માને છે કે તે તૃપ્તિ ડિમરી માટે ગુડ ન્યુઝ બની જશે. ગયા વર્ષે ‘એનિમલ’માં તે આવી ત્યારે રણબીર કપૂર પછી સૌથી વધુ ચર્ચા તૃપ્તિની જ થયેલી. તૃપ્તિ પોતાને પણ હવે ટોપ એકટ્રેસની રીતે ટ્રીટ કરવા માંડે એ રીતે તેનું સ્વાગત થઇ રહ્યું છે. આમ તો ‘બૅડ ન્યુઝ’ તેની સાતમી જ ફિલ્મ છે પણ તેણે એ રીતે આ સફર કરી છે કે તે પોતાને આવતી કાલની અભિનેત્રી તરીકે ઓળખાવી શકે.
કોઇ ફિલ્મી કુટુંબમાંથી નથી આવી. તેની પહેલી ફિલ્મ ‘મોમ’ હતી જે શ્રીદેવીની ફિલ્મ હતી. બીજી ‘પોસ્ટર બોયઝ’ સની દેઓલ, બોબી દેઓલથી ઓળખાયેલી પણ હા, સાજીદ અલીએ જયારે લયલા મજનુ બનાવી તો તૃપ્તિને લયલા બનાવેલી. બસ, એ ફિલ્મથી લોકોનો દૃષ્ટિકોણ બદલાવા માંડયો અને પછી ‘બુલબુલ’માં પણ તૃપ્તિ જ મુખ્ય અભિનેત્રી હતી. ‘કાલા’ પણ તેની જ ફિલ્મ બની અને ‘એનિમલ’માં તેને રશ્મિકા મંદાના છતાં સારી ભૂમિકા મળેલી. તૃપ્તિ કદાચ ‘બૅડ ન્યુઝ’થી પોતાની પાસે રખાયેલી અપેક્ષાની દિશામાં વાવાઝોડાની જેમ આગળ વધે તો નવાઈ નહીં. તે પહેલી વાર વિકી કૌશલ સાથે આવી છે. ફિલ્મના નિર્માતા કરણ જોહર છે એટલે ફિલ્મને મનોરંજક બનાવવામાં તેણે પાછી પાની ન જ કરી હશે. ‘બેડ ન્યૂસ’ના દિગ્દર્શક આનંદ તિવારી હકીકતે આ પહેલી જ ફિલ્મ ગણી શકો પણ તેણે નેટફલિકસ માટે ‘લવર પર સ્કવેરફુટ’ બનાવેલી તે ઘણાને ગમેલી. ‘બૅડ ન્યૂઝ’ આમ તો ‘ગુડ ન્યૂઝ’ની સિકવલ છે પણ બધા સ્ટાર્સ બદલાયેલા છે. આ ફિલ્મમાં બે પુરુષ સાથે એક સ્ત્રીના એટલે કે સલોનીના સંબંધની વાત છે જે બે અલગ અલગ પુરુષ (વિકી કૌશલ અને એમી વીર્ક) સાથે વન નાઈટ સ્ટેન્ડસથી ગર્ભવતી થાય છે અને તેને જોડકાં બાળકો જન્મે છે. બસ, અહીંથી જ ખરી કોમેડી શરૂ થાય છે. આ ફિલ્મનું નામ પહેલાં તો ‘મેરે મહેબૂબ મેરે સનમ’ હતું પણ પછી ‘બેડ ન્યૂઝ’ થયું છે.
તૃપ્તિ બહુ સમજદારી સાથે ફિલ્મો સ્વીકારી રહી છે અને તેનો ફાયદો થઇ રહ્યો છે. હવે તે ‘વિકી વિદ્યા કા વો વાલા વિડીયો,’ ‘ભુલભુલૈયા-3’ અને ‘ધડક-3’માં આવી રહી છે તે સારું છે કારણ કે નવી પેઢીના પ્રેક્ષક નવી અભિનેત્રીને રોમેન્ટિક ભૂમિકામાં વધારે પસંદ કરે છે. ‘વિકી વિદ્યાકા…’ પણ નાના શહેરમાં વિડિયોને કારણે મચેલી અફરાતફરી આધારિત છે. ‘ભુલભુલૈયા-3માં તો તે કાર્તિક આર્યન સાથે છે અને ‘ધડક-2’માં તે સિદ્ધાંત ચતુર્વેદી સાથે છે અને તે ‘ધડક’ની સિકવલ તરીકે ભલે બનતી હોય પણ તમિલ ફિલ્મ ‘પેરીયેરૂમ પેરુમલ’ની રિમેક છે.
‘ધડક-2’ પણ કરણ જોહરની જ ફિલ્મ છે. એવું લાગે છે કે આવનારા એકાદ વર્ષમાં તૃપ્તિ સૌથી વધારે ડિમાંડમાં આવી જશે. આમ તો તેની પાસે ‘આશિકી-3’ પણ છે અને રણબીર કપૂર સાથે જ સંદીપ રેડ્ડી વાંગાની ‘એનિમલ પાર્ક’ છે અને તે પણ ‘એનિમલ’ની સિકવલ છે. તેની પાસે આવી બીજી બે ફિલ્મો છે. તૃપ્તિના પગ હરણનાં હોય એવું લાગે છે. તે દોડશે અને આગળ નીકળી જશે. •

Most Popular

To Top