Columns

સંતોષ જરૂરી

એક ફાટેલા કપડા પહેરેલો બાળક રસ્તા પર આમતેમ ફરીને ભીખ માંગી રહ્યો હતો.કોઈ કઈ આપતું ન હતું અને હડધૂત કરીને ભગાડી દેવા વાળા ઘણા હતા.થોડે દુર એક બંગલાના ગાર્ડનમાં પાર્ટી ચાલી રહી હતી અને બધા ગાડીમાં ત્યાં જી રહ્યા હતા.ભૂખ્યું બાળક આટલા બધા લોકોને ત્યાં જોઇને તે તરફ ગયું અને આવતા જતા લોકો પાસે ભીખ માંગવા લાગ્યું. અમુક યુવાન છોકરીઓને દયા આવી તેઓ બાળકની નજીક ગઈ અને તેને કહ્યું, ‘ચલ તને આઈસ્ક્રીમ કે ચોકલેટ અપાવું શું ખાવું છે?’ બાળકે કહ્યું, ‘મને ચોકલેટ આઈસ્ક્રીમ નથી જોઈતા..’ એક યુવતીએ જરા તીખાશથી  કહ્યું, ‘પૈસા જોઈએ છે ?? પૈસાનું શું કરીશ ? જ પૈસા નહિ મળે.’

બાળક ડરી ગયોઅને બે કદમ પાછળ હટી ગયો અને ધીમેથી બોલ્યો, ‘ઘરે મા બીમાર છે એટલે કઈ ખાધું નથી.દવા પણ નથી એટલે દવા માટે પૈસા અને થોડું ખાવાનું જોઈએ છે.’ યુવતીઓએ તરત તેને થોડા બિસ્કીટના પેકેટ અને બીજો નાસ્તો અપાવ્યા અને દવા માટે પૈસા પણ આપ્યા.’ બિસ્કીટના ચાર જ પેકેટ અને દવા માટે થોડા પૈસા લઈ બાળકે બીજા પૈસા અને પેકેટ પાછા આપી દીધા.’ યુવતીઓને નવાઈ લાગી.બાળક દવા લેવા નજીકના સ્ટોરમાં ગયો.યુવતીઓ તેની પાછળ ત્યાં ગઈ.જોયું તો બાળકે તાવની દવા લીધી.યુવતીઓએ તેને અટકાવીને પૂછ્યું, ‘ઉભો રહે, અમે તને હજી બીજું ઘણું અપાવવાના હતા.પણ તું તો માત્ર ચાર પેકેટ બિસ્કીટ અને થોડા દવાના પૈસા લઇ ભાગ્યો.ચલ અમે જે અપાવીએ તે બધું લઇ જા કામ લાગશે.’

બાળક બોલ્યો, ‘આભાર તમારો કે તમે મારી મદદ કરી.પણ જુઓ મા બીમાર છે એટલે તે તો માંડ બે-ચાર બિસ્કીટ ખાશે અને બાકીના મને આપશે જે મને અને મારી નાની બહેનને આજે અને કાલે ચાલશે.મા આજે અને કાલે દવા લેશે એટલે સાજી થઇ જશે.અને પછી તો તે કામે જઈ શકશે એટલે ત્રીજા દિવસે તો તે જમવાનું લઇ આવશે.એટલે આટલું બસ છે વધારે મને કઈ નથી જોઈતું.અમે ભિખારી નથી…આ તો હું નાનો છું કોઈ કામ ન આપે અને મા બીમાર છે એટલે ન છૂટકે ભીખ માંગવી પડી બાકી મારી મા મહેનત કરી અમને પાળે છે તેણે અમને જે મળે તેમાં ખુશ રહેતા શીખવ્યું છે તેને ખાસ હંમેશા સમજાવ્યું છે કે જીવનમાં ખુશ રહેવા સંતોષ રાખવો જરૂરી છે.એટલે આટલું બસ છે.તમારો આભાર.’ યુવતીઓ નાના બાળકમાં રહેલા સંતોષના ગુણને જોઇને પ્રભાવિત થઈ.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top