નવી દિલ્હી: થોડા મહિના અગાઉ ઈસરોના (ISRO) ચીફ ડૉ. એસ. સોમનાથે એક કાર્યક્રમમાં પ્રેઝન્ટેશન (Presentation) આપ્યું હતું. જેમાં તેમણે જણાવ્યું હતું કે બેંગલુરુથી (Bengaluru) 215 કિલોમીટર દૂર ચલ્લાકેરેમાં કૃત્રિમ ખાડા (Artificial Ditches) બનાવવામાં આવ્યા છે. આ ખાડાઓમાં ચંદ્રયાન-3 અને ચંદ્રયાન-2નું પરીક્ષણ (Test) કરવામાં આવ્યું હતું.
આ ખાડાઓ ઉલ્હાર્થી કાવલુમાં બનાવવામાં આવ્યા હતા. જે છલ્લાકેરેમાં આવેલ છે. આ ખાડાઓ બનાવવા માટે લગભગ 25 લાખ રૂપિયાનો ખર્ચ થયો હતો. ખાડાઓ જુદી જુદી ઊંડાઈ, પહોળાઈ અને વિવિધ પ્રકારના પથ્થરોથી ભરીને બનાવવામાં આવ્યા હતા. જેથી ચંદ્રયાન-3 અને 2ના રોવરનું અલગ-અલગ સ્થિતિમાં પરીક્ષણ કરી શકાય.
લાલ વર્તુળો ચંદ્રયાન-3 માટે બનાવેલા કૃત્રિમ ખાડા છે. જ્યારે વાદળી રંગના ચંદ્રયાન-2 માટે બનાવેલા ખાડા છે. આ ક્રેટર્સમાં જ રોવર્સના સેન્સર, થ્રસ્ટર્સ અને અન્ય તકનીકી વસ્તુઓનું પરીક્ષણ કરવામાં આવે છે. કારણ કે ચંદ્રયાન મિશનમાં લગાવવામાં આવેલા બંને સેન્સર આ ખાડાઓનો અભ્યાસ કરી રહ્યા હતા અને સલામત ઉતરાણ સ્થળની શોધ કરી રહ્યા હતા.
ચંદ્રયાન-3ના સફળ ઉતરાણ માટે આ ખાડાઓમાં સેંકડો પરીક્ષણો કરવામાં આવ્યા હતા
રોવર કોઈ મોટા ખાડામાં ન પડે તે માટે પણ તૈયારીઓ કરવામાં આવી હતી. લેન્ડ કરવા માટે, લેન્ડર ખાડાઓથી દૂર જવાનો પ્રયાસ કરે છે અને સેન્સરની મદદથી સપાટ જગ્યા પર ઉતરે છે. તેથી લેન્ડર અને રોવરનું પ્રથમ આ ખાડાઓ પર પરીક્ષણ કરવામાં આવ્યું હતું. ચંદ્રયાન-3ના સફળ લેન્ડિંગ માટે ઈસરોએ 1000થી વધુ વખત લેન્ડિંગની પ્રેક્ટિસ કરી હતી. આમાંથી સેંકડો આ કૃત્રિમ ખાડાઓમાં કરવામાં આવ્યા હતા.
ઈસરોએ ચંદ્રયાન-2 માટે પણ આવા જ ખાડાઓ બનાવ્યા હતા. તેના પર ટેસ્ટ પણ કરવામાં આવ્યા હતા. પરંતુ ચંદ્ર પર પહોંચ્યા બાદ વિક્રમ લેન્ડર સાથે જે દુર્ઘટના થઈ હતી તેના વિશે કંઈ કહેવું મુશ્કેલ છે. ચંદ્રયાન-3ના લેન્ડરમાં જે ટેકનિકલ ખામીને કારણે અકસ્માત થયો હતો તેને સુધારી લેવામાં આવ્યો છે.