Madhya Gujarat

ગરબાડા તાલુકા પંચાયત કચેરીમાં સરપંચના પતિનો આત્મવિલોપનનો પ્રયાસ

ગરબાડા: ગરબાડા તાલુકા પંચાયત કચેરી ખાતે કામોના બીલો બાબતે આત્મવિલોપન કરવા આવેલ વડવા ગામના સરપંચના પતિની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. ગરબાડાના વડવા ગામના મહિલા સરપંચના પતિ દ્વારા ગરબાડા તાલુકા પંચાયત ખાતે તંત્રને આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી હતી જેને લઇને દિવસ દરમિયાન પોલીસ બંદોબસ્ત જોવા મળ્યો હતો. ગરબાડા તાલુકાના વડવા ગામના મહિલા સરપંચના પતિ પ્રતાપભાઈ બિલવાળની અરજીમાં જણાવ્યા અનુસાર ગ્રામ પંચાયત લક્ષી કામો જમીન ઉપર પૂર્ણ થઈ જવા હોવા છતાં લાંબા સમય સુધી લાંબા નાણાની ચુકવણી નહીં થવાના આક્ષેપો સાથે સોમવારના સાંજના આત્મવિલોપન કરવા માટે તાલુકા પંચાયત કચેરી ગરબાડા ખાતે આવ્યા હતા.

જ્યાં તાલુકા વિકાસ અધિકારી સાથે વાર્તાલાપ કર્યો હતો જેમાં તાલુકા વિકાસ અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જે કામો થયા છે ઉલ્લેખનિય છે કે તેઓના બિલ નીકળ્યા છે અને જે કામ રનીંગ છે તેના બિલ કામ પૂર્ણ થયા બાદ ચૂકવવામાં આવશે તેમ જણાવ્યું હતું સમગ્ર ઘટનાક્રમ બાદ આત્મ વિલોપન કરવા આવેલ વડવા ગામના સરપંચ પતિની ગરબાડા પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. ગરબાડા તાલુકાના વડવા ગામના મહિલા સરપંચના પતિ દ્વારા આત્મવિલોપીની ચીમકી ઉચ્ચારતા પોલીસ દ્વારા તેઓની અટકાયત કરી પોલીસ મથકે લઇ જઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Most Popular

To Top