નવી દિલ્હી: દેશના નાણાંમંત્રી (Finance Minister) નિર્મલા સીતારણ પાસે સાડીઓનું (Saree) ખૂબસુરત કલેકશન છે. જાણકારી મુજબ તેઓ જે તે અવતસર ઉપર જે સાડી પહેરે છે તે તે અવસરની સાથે મેળ ખાતું હોય તેવું લાગે છે. આજે જયારે તેઓ લોકસભામાં તેમનું પાંચમું અને દેશનું 75મું બજેટ વાંચશે ત્યારે આ અવસર ઉપર તેઓ લાલ રંગની સંબલપુરી સિલ્ક સાડી પહેરી મંત્રાલય પહોંચ્યાં છે. આ સાડીને ટેંપલ સાડીના નામે પણ ઓળખવામાં આવે છે. જાણકારી મુજબ નિર્મલા સીતારમણ ખાસ મોકા ઉપર પોતાના ગુડકલર્સને પહેરવાનું વઘુ પસંદ કરે છે. નાણા પ્રધાન ખાસ પ્રસંગોએ લાલ પહેરે છે અથવા સમાન શેડ્સની સાડીઓ પસંદ કરે છે. બજેટના દિવસે તે ઘણીવાર રેડ કલર શેડ્સની સાડીમાં જોવા મળે છે.
વાત કરીએ બજેટની તો આમ તો બજેટ બોરિંગ હોય છે. પરંતુ ધણીવાર કપડાઓના કારણે તેમજ જે બજેટ રજૂ કરે છે તેની બોલવાની ઢબના કારણે ધણીવાર લોકો જોવાનું પસંદ કરે છે. જો કે આ વખતે નિર્મલા સીતારણની લાલ કલરની ટેંપલ સાડી ચર્ચામાં આવી છે. લોકો સોશિયલ મીડિયા ઉપર તેઓને ટ્રેંડમાં લાવી શેર કરી રહ્યાં છે.
નિર્મલા સીતારમણની વાત કરીએ તો જાણકારી મુજબ તેઓ પાસે હેન્ડલૂમ અને સિલ્કની સાડીઓનો ખજાનો છે. અલગ અલગ અવસર ઉપર જે તે અવસર સાથે મેળ ખાતી સાડીઓ પહેરેલા જોવા મળે છે. તેઓ પાસે 10રુપિયાની નોટથી લઈ 2000 રુપિયાની નોટના કલરની સાડીઓનું કલેકશન જોવા મળ્યું છે. 26 જાન્યુઆરીના રોજ તેઓ નોર્થ બ્લોકમાં પ્રી-બજેટ હલવા સમારંભમાં લીલા અને પીળા રંગની કાંજીવરમ સાડીમાં જોવા મળ્યાં હતાં. ખાસ પ્રસંગો પર તેઓ મોટાં ભાગે સંબલપુરી, ઇકત, કાંજીવરમ સાડીઓમાં જોવા મળે છે.
નિર્મલા સીતારમણ મોટાભાગે સાડીમાં જોવા મળે છે અને નાણામંત્રી બન્યા બાદ તેમણે પોતાના ડ્રેસમાં કોઈ મોટો ફેરફાર કર્યો નથી. સાડી પહેરીને તે સામાન્ય ભારતીય હોમ મેકર્સ જેવાં જ લાગે છે.
નિર્મલા સીતારમણે 17મી ડિસેમ્બર 2022ના રોજ દિલ્હીના જનપથ ખાતે હેન્ડલૂમ હાટની મુલાકાત લીધી અને સાડીઓ પ્રત્યેનો તેમનો શોખ લોકો સમજ જાહેર કર્યો હતો. આ પ્રસંગે તેઓ સાઉથ સિલ્કની સાડી પહેરેલી જોવા મળ્યાં હતાં. તેઓએ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આ ઇવેન્ટની તસવીર શેર કરી અને #MySariMyPride હેશટેગનો ઉપયોગ પણ કર્યો હતો. ધણીવાર નાણામંત્રી તેમની સાડીના રંગને ભારતીય ચલણ સાથે મેચ કરતાં હોય તેવું પણ જોવા મળ્યું છે.
30 જાન્યુઆરી 2019 ના રોજ શહીદ દિવસ પર, નિર્મલા સીતારમણે રાજઘાટ પર ક્રીમ રંગની મોડરંગ ફી ફેબ્રિકથી બનેલી મણિપુરી સાડી પહેરી હતી. મણિપુરના મોઇરાંગ ગામમાં ‘મોઇરાંગફીજીન’ ડિઝાઇનવાળી સાડી બનાવવામાં આવી છે. તેઓએ પશ્ચિમ બંગાળમાં એક કાર્યક્રમમાં 20 રૂપિયાની નોટ સાથે મેચિંગ સાડીમાં જોવા મળી હતી. તેઓએ ધાની લીલી મંગલગીરી સિમ્પલ કોટન સાડી પહેરી હતી. આ સાડીઓ આંધ્ર પ્રદેશમાં બને છે.
નાણામંત્રી સંસદમાં વાદળી જમદાની સાડી પહેરીને જોવા મળ્યા હતા. નિર્મલા દ્વારા પહેરવામાં આવતી મોટાભાગની સાડીઓ જોતાં તેઓનો પ્રિય રંગ રાણી એલિઝાબેથના પ્રિય રંગ વાદળી રંગ જેવો જ હોય તેવી પુષ્ટિ થાય છે. સીતારમણે ઘણા પ્રસંગોએ આછાં જાંબલી રંગની સાડી પહેરી હતી. તેઓએ સંસદના સત્ર પછી માત્ર એક જ વાર 100 રૂપિયાની નોટ સાથે મેળ ખાતા રંગની સંબલપુરી (ઓડિશા) ઇકત સાડી પહેરી હતી.
નિર્મલા સીતારમણ નાણામંત્રી બન્યા બાદ પૂર્વ વડાપ્રધાન અને પૂર્વ નાણામંત્રી મનમોહન સિંહને કેસરી રંગની કોટન સાડીમાં મળ્યા હતા. ઑક્ટોબર 2022માં નિર્મલા અમેરિકાની રાજધાની વૉશિંગ્ટનમાં નેશનલ સાયન્સ ફાઉન્ડેશનના મુખ્યાલય પહોંચ્યાં હતાં. ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ અને વર્લ્ડ બેંકની મીટીંગમાં તેઓએ ગ્રે રંગની દક્ષિણ કોટનની સાડી પહેરી હતી. નિર્મલા સીતારમણે તેમના દિલ્હીના નિવાસસ્થાનની બહાર રૂ. 2000 ની નોટ સાથે મેચિંગ લવંડર રંગની દક્ષિણ સિલ્કની સાડી પહેરી છે.