આપણે વધુ એક ચૂંટણીચક્રની મધ્યમાં છીએ અને (આ બાબતોનો કયારેય અંત નહીં આવે?) અને નેહરુ વિ. પટેલનો મુદ્દો પાછો આવ્યો છે. થોડા સમય પહેલાં ગૃહપ્રધાનનું એક પ્રવચન પ્રસિધ્ધ થયું હતું: સરદાર ભારતના પ્રથમ વડા પ્રધાન થયા હોત તો ઘણી સમસ્યાઓ પેદા જ ન થઇ હોત: અમિત શાહ. પટેલ અને બોઝ કોંગ્રેસથી અલગ હતા અને પક્ષને ધિકકારનાર પણ હતા એવું વિચારતી પેઢી પેદા કરવાના શાસક પક્ષના પ્રયાસો સાથે ચાલુ રહે છે. પણ આપણે એ પ્રશ્ન પર પાછા ફરીએ: નેહરુને બદલે પટેલ વડા પ્રધાન બન્યા હોત તો શું થયું હોત?
આ હકીકત પ્રત્યાઘાતી મુદ્દો છે અને કયારેય અલોપ નહીં થાય. ખાસ કરીને ગુજરાતમાં તો નહીં જ. જે એવું માને છે કે પટેલને આ અન્યાય કરાયો છે અને સરદાર નેહરુ કરતાં વધુ રાષ્ટ્રવાદી, વધુ મૂડીવાદી અને વધુ સક્ષમ બન્યા હોત. નેહરુ નહીં પણ પટેલ મંતવ્યમાં ત્રણ ધારણા છે. (૧) વલ્લભભાઇ પટેલે આ વ્યવસ્થાનો વિરોધ કર્યો હતો. (૨) નેહરુ જ વડા પ્રધાન બને એવો આગ્રહ રાખી ગાંધીએ સાથી ગુજરાતીની અવહેલના કરી. (૩) પટેલે સ્વતંત્ર ભારતની દોરવણી કરી હોત તો પરિસ્થિતિ અલગ હોત. પણ કેવી રીતે અલગ? એ વાત સ્પષ્ટ નથી. એવી માન્યતા છે કે સરદારે પાકિસ્તાનને ખદેડી મૂકયું હોત અને આપણને કાશ્મીર સમસ્યા થઇ જ ન હોત.
આ ધારણા ખોટી છે. કાશ્મીર સમસ્યા ઇસ્લામાબાદમાં છે, શ્રીનગરમાં નહીં. હકીકત એ છે કે પાકિસ્તાન સાથે આપણે કોઇ પણ અનુકૂળ સમજૂતી સાધી શકયા હોત અને સિમલામાં ૧૯૭૨ માં આપણે અનુકૂળ સમજૂતી કરી જ હતી પણ તે છતાં શ્રીનગરમાં સમસ્યા છે. પાયાના સ્તરથી જ પટેલનો પ્રશ્ન નીકળ્યો છે. નેહરુ વિ. પટેલ મુદ્દામાં સવાલ એ છે કે સરદાર પટેલ વડા પ્રધાન બન્યા હોત તો શું થયું હોત? સરદાર પટેલનું ભારતની પ્રથમ સામાન્ય ચૂંટણી પહેલાં ૧૯૫૦ ના ડિસેમ્બરમાં નિધન થયું હતું. સરદાર દેશના વડા પ્રધાન થયા હોત તો પણ દેશ પર કોઇ પણ અર્થપૂર્ણ અસર પાડવા જેટલું જીવી શકયા ન હોત. નિધન સમયે તેઓ ૭૫ વર્ષના હતા અને નેહરુ તેમના કરતાં પંદર વર્ષ નાના હતા. સરદાર આગલી પેઢીના હતા અને જિન્ના અને ગાંધીની જેમ આઝાદી પછી ટૂંક સમયમાં જ ગુજરી ગયા.
પી.વી. નરસિંહરાવ જેવા લોકોના આપણા ઇતિહાસમાં દાખલા છે જેમનામાં ઊંચા પદને કારણે વધુ જીવન ભર્યું હતું. હેન્રી કિસીંજરે પણ સત્તાની શકિતદાયક અસરની વાત કરી છે. પણ સરદાર પટેલ ઓચિંતા મરણ નહોતા પામ્યા.
આઝાદીના સાત માસ પછી અને ગાંધીની હત્યાના બે મહિના પછી માર્ચ- ૧૯૪૮ માં સરદાર પટેલને હૃદયરોગનો હુમલો થયો હતો અને ત્યાર પછી તેમની તબિયત કથળવા માંડી હતી. પટેલની મહાન સિધ્ધિ દેશી રજવાડાંઓમાં એકત્રીકરણની હતી તેથી નર્મદાના બંધની સામે ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ની વિરાટ પ્રતિમા સરદારની યાદમાં બની છે. મોટા ભાગની એ ઘટનાઓ આઝાદી પછી ઓગસ્ટ, ૧૯૪૭ સુધીમાં બની: બ્રિટીશરોની વિદાય પછી ભારત સંઘ માત્ર થોડાં જ રાજયો બહાર રહ્યાં. જૂનાગઢ, હૈદરાબાદ અને જમ્મુ-કાશ્મીર હકીકત એ છે કે સરદાર પટેલનું શ્રેષ્ઠ કામ સંપૂર્ણપણે નહીં તો મોટે ભાગે આઝાદી પહેલાં હતું.
બંધારણના ૨૬ મા સુધારા સામે આપણે રાજવીઓનાં સાલિયાણાં બંધ કરી આપણે સરદારે આપેલા વચનનો દ્રોહ કર્યો હતો.
સરદારને સ્વાતંત્ર્યોત્તર કાળમાં કોઇ વગદાર સ્થિતિમાં મૂકવાની અટકળ કરવાનો કોઇ અર્થ નથી.’ સરદાર હયાત હોત તો આપણી આજુબાજુમાં જે થઇ રહ્યું છે તેની ઝંખના વ્યકત થાય છે. વધુ હિંદુત્વ, વધુ મુસ્લિમ વિરોધી રાષ્ટ્રવાદ. આપણે કેવું રાષ્ટ્ર હોવા જોઇતા હતા તેના મંતવ્ય આપણે સરદાર પર લાદી રહ્યા છીએ. સરદારને આપણે ખોટા માપી રહ્યા છીએ.
‘સરદાર પટેલ એન્ડ મુસ્લિમ’ પુસ્તકમાં રફીક ઝકરિયાએ કહ્યું હતું કે સરદાર બિનસાંપ્રદાયિક હતા. બંધારણ સભાને હિંદુઓને સંદેશ આપતાં તેમણે કહ્યું હતું કે આપણે બહુમતીમાં હોવાથી લઘુમતી શું વિચારે છે તે વિચારવું જોઇએ અને આપણે તેમની સાથે જે વર્તાવ કરીએ છીએ તેવો વર્તાવ આપણી સાથે થાય તો શું? થાય તેની કલ્પના કરવી જોઇએ.
ઝકરિયા કહે છે કે લઘુમતીઓને ધર્મપ્રચારનો હકક આપનાર અને લઘુમતીઓને તેમની સંસ્થાઓ ચલાવવાનો હકક આપનાર સરદાર હતા. નેહરુ – સરદાર વિવાદનો આપણે વિચાર કરીએ છીએ ત્યારે આ બાબતનો વિચાર કરતા નથી. એ વાત સાચી છે કે ભાગલા પછી સરદાર મુસ્લિમોને શંકાની નજરે જોતાં, પણ તેઓ પોતાની જાતને લાગણીઓની ઉપર મૂકી શકતા હતા.
હકીકતમાં ડો. બી.આર. આંબેડકરની ઇચ્છા વિરુધ્ધ બંધારણ સભામાં તેમણે મુસલમાનોને ભારતમાં અલગ મત વિસ્તાર માટેની તેમની માંગણી પાછી ખેંચવાની તક આપી હતી. મુસલમાનો પણ અલગ મત વિસ્તાર માંગશે એવી ખોટી ધારણા કરી શીખોએ પણ અલગ મત વિસ્તારની માગણી કરી હતી એની સરદારને ખબર હતી અને આ ચેષ્ટાને કારણે મુસલમાનો પણ સતત અલગતાવાદના આક્ષેપમાંથી મુકત રહ્યા.
આ બાબતમાં ગાંધીએ પટેલ વિશે કહ્યું હતું કે, હું સરદારને જાણું છું. હિંદુ – મુસ્લિમ સમસ્યા અને અન્ય કેટલીક સમસ્યાઓ પ્રત્યેનો તેનો અભિગમ મારા અને પંડિત નેહરુ કરતાં અલગ છે. પણ તેને મુસ્લિમ વિરોધી ગણાવવામાં સત્યની વિકૃતિ છે. સરદારનું હૃદય તમામને આવરી લેવા જેટલું વિશાળ છે.’ એ જ સાચું છે અને પ્રચાર સામે તેનું પુનરાવર્તન થવું જોઇએ.
આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.