Gujarat

સરદાર સરોવર ડેમના 5 દરવાજા ખોલાયા, 1.50 લાખ કયુસેક પાણી છોડાતા નર્મદા નદી બે કાંઠે

નર્મદા: ગુજરાતની જીવાદોરીસમાન નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. દર કલાકે સપાટીમાં ધરખમ વધારો નોંધાઈ રહ્યો છે. હાલ ડેમની જળ સપાટી સતત વધીને ૧૩૪ મીટરે પહોંચી છે. આ સીઝનમાં પ્રથમ વખત સરદાર સરોવર ડેમના 5 દરવાજા આજે બપોરે 12 વાગ્યે ખોલવામાં આવ્યા છે. ભારે વરસાદના કારણે સરદાર સરોવર ડેમની જળ સપાટી સતત વધી રહી છે. ડેમની જળ સપાટી 133.51 મીટર પર પહોંચી છે. જ્યારે પાણીની આવક 2,32,208 ક્યુસેક અને જાવક 49,487 ક્યુસેક છે. ડેમ મહત્તમ સપાટીથી માત્ર 5.17 મીટર દૂર છે. નર્મદા ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે.

ડેમનાં 5 દરવાજા ખોલાયા
નર્મદા ડેમના નયનરમ્ય દ્રશ્યો સર્જાયા છે. જેને જોવા લોકો ઉમટી પડ્યા હતા. લોકો ડેમના દરવાજા આગળ સેલ્ફી લેતા પણ નજરે ચડ્યા હતા. ડેમનું રૂલ લેવલ જાળવી લેવા ડેમનાં 5 દરવાજા 1 મીટર જેટલા ખોલી દેવામાં આવ્યા છે. ડેમમાંથી નર્મદા નદીમાં તબક્કાવાર 10 હજાર ક્યુસેકથી દોઢ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. નર્મદા નદીમાં ઉપરવાસમાં વરસાદથી પાણીની આવક વધી છે. જેમાં નર્મદા નદી કાંઠેના વિસ્તારોને એલર્ટ કરાયા છે. તેમજ ડેમમાંથી નદીમાં વધુ 55 હજાર ક્યુસેક પાણી છોડાયું છે. તથા નર્મદા નદીમાં કુલ 1.45 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યુ છે. તેથી શિનોર, ડભોઇ અને કરજણ તાલુકાના તંત્રને એલર્ટ કરાયું છે.

વડોદરાના 3 તાલુકા અને નદીકાંઠાના ગામોને કર્યા અલર્ટ
સિઝનમાં પહેલીવાર ડેમ 80 ટકા ભરાઈ ગયો છે. તેમજ ભારે વારસાદના પગલે ડેમની સપાટીમાં સતત વધારો થઇ રહ્યો છે. નર્મદા નદીમાં પાણી છોડાતા કાંઠા વિસ્તારના 11 ગામોને એલર્ટ કરી દેવાયા છે. કાંઠા વિસ્તારના નાંદોદ, તિલકવાળા, વડોદરા અને ભરૂચના કાંઠા વિસ્તારાનો લોકોને સાવધાન કરી દેવામાં આવ્યા છે. તેમજ આ ગામના તમામ સરપંચને મામલતદાર દ્વારા એલર્ટ રહેવા સુચના આપી દેવામાં આવી છે. તેમજ સરદાર સરોવરમાંથી પાણી છોડવામાં આવ્યુ તેથી શિનોરમાં નર્મદા નદીમાં પાણીનું લેવલ વધ્યુ છે.

Most Popular

To Top