National

સરદાર પટેલ પાકિસ્તાનને કાશ્મીર સોંપી દેવા માંગતા હતા, વિવાદાસ્પદ નિવેદનથી ભડકો

સરદાર પટેલ (Sardar VallabhBhai Patel) જિન્ના (Jinha)સાથે મળેલા હતા અને તેઓ કાશ્મીરને (Kashmir) હિન્દુસ્તાનથી (India)અલગ રાખવાનો પ્રયત્ન કરી રહ્યાં હતાં, તેવા નિવેદન બાદ ભાજપ ગિન્નાયું છે. આજે ભાજપના (BJP) પ્રવક્તા સંબિત પાત્રાએ (Sambit Patra) એક પ્રેસ કોન્ફરન્સ કરીને સોનિયા, રાહુલ સહિત (Sonia Gandhi And Rahul Gandhi) સમસ્ત ગાંધી પરિવારને આડે હાથ લીધું છે.

બે દિવસ પહેલાં કોંગ્રેસની CWC ની બેઠકમાં કાશ્મીર મુદ્દે કેટલાંક સવાલો ઉઠ્યા હતા. આ બેઠકમાં કાશ્મીર મુદ્દે એવું કહેવામાં આવ્યું હતું કે સરદાર પટેલ જિન્ના સાથે મળેલા હતા અને કાશ્મીરને હિન્દુસ્તાનથી અલગ રાખવાનો પ્રયત્ન કરી રહ્યાં હતાં. એવું પણ કહેવામાં આવ્યું હતું કે ફક્ત નહેરૂના લીધે જ જમ્મુ કાશ્મીર હિન્દુસ્તાનમાં સામેલ થઈ શક્યું છે.

આ મુદ્દે ભાજપે હવે તીખી પ્રતિક્રિયા આપી છે. ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ પત્રકાર પરિષદને સંબોધતા કહ્યું કે, ગાંધી પરિવારના વારસાને કેવી રીતે આગળ વધારી શકાય તેના જ પ્રયાસો ચાલી રહ્યાં છે. આ ચાપલુસીની પરાકાષ્ઠા છે. આજે એ વાત સ્પષ્ટ થઈ છે કે, પોતાના પરિવારના વારસાને ઉપર રાખવા માટે, નહેરૂ-ગાંધી રાજકીય વારસાને આગળ ધપાવવા માટે સુભાષચંદ્ર બોઝ, વીરસાવરકર, સરદાર પટેલ જેવા કોઈ પણ નેતાને અપમાનિત કરી શકાય છે. કોઈના પણ નામ પર ભ્રમ ફેલાવવામાં આવે છે. કોંગ્રેસ બધું જ કરી શકે છે.

સંબિત પાત્રા

પાત્રાએ કહ્યું કે, સરદાર પટેલ વિશે આવી વાહિયાત ટીપ્પણી થઈ રહી હોય ત્યારે બેઠકમાં ઉપસ્થિત સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી શું કરી રહ્યાં હતાં. શું તેઓ આવી વાતો થતી અટકાવી શક્યા નહોતા. આવા નેતાને કોંગ્રેસે પાર્ટીમાંથી સસ્પેન્ડ કેમ કરી દેવા નહીં જોઈએ.
વાત એમ છે કે ગઈ તા. 16 ઓક્ટોબરના રોજ કોંગ્રેસની CWC ની બેઠક યોજાઈ હતી, જેમાં કોંગ્રેસના નેતા તારિક હમીદ કર્રાએ (tariq hameed karra) કાશ્મીર મુદ્દે વિવાદાસ્પદ ટીપ્પણી કરી હતી.

તારીક હામીદ કર્રા

તારીકે સરદાર પટેલ અને જવાહર લાલ નહેરૂની કાશ્મીર મુદ્દે ભૂમિકાની વાત કરી હતી. તારીકે કહ્યું હતું કે, નેહરૂએ કાશ્મીરને હિન્દુસ્તાનમાં સામેલ કરવાનું કામ કર્યું હતું જ્યારે સરદાર પટેલ તો જિન્ના સાથે મળીને કાશ્મીરને પાકિસ્તાનને સોંપવા ઈચ્છતા હતા. જોકે, કોંગ્રેસના કેટલાંક સભ્યોએ આ વાતમાં હસ્તક્ષેપ કર્યો હતો અને તારીકને યાદ કરાવ્યું હતું કે, પટેલ ભારતના એકીકરણમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપનારા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ હતા.

Most Popular

To Top