Dakshin Gujarat

સાપુતારાનાં ટેબલ પોઈન્ટ પર કારની બ્રેક ફેઇલ થતા ખીણમાં ખાબકતા બચી

HTML Button Generator

સાપુતારા: ગિરિમથક સાપુતારાનાં ટેબલ પોઈન્ટ જતા માર્ગમાં મરાઠી પરિવારની કારની બ્રેક ફેલ થતા રિવર્સમાં આવી રેલીંગ સાથે ભટકાઈને થંભી જતા ખીણમાં ખાબકતા બચી જતા મોટી દુર્ઘટના ટળી હતી. આજરોજ મહારાષ્ટ્રનાં પ્રવાસીઓ કાર નંબર એમ.એચ. 47 ક્યુ 1269માં સવાર થઈ સાપુતારાનાં ટેબલ પોઈન્ટ ખાતે જવા નીકળ્યા હતા. તે દરમ્યાન ચઢાણમાં અચાનક કારની બ્રેક ફેઈલ થઈ જતા આ કાર રિવર્સમાં આવી જઈ રેલિંગ સાથે ભટકાઈને થંભી જતા મોટી દુર્ઘટના ટળી હતી. આ અકસ્માતનાં બનાવમાં કારને જંગી નુકસાન થયુ હતુ. જ્યારે કારમાં સવાર તમામ પ્રવાસીઓનો ચમત્કારિક બચાવ થયો હતો.

ડાંગ જિલ્લામાં ધોધમાર વરસાદનાં પગલે લોકમાતાઓમાં અંબિકા, પૂર્ણા, ગીરા અને ખાપરી નદીમાં નવા નીર આવ્યા હતા. તેમજ નીચાણવાળા ભાગોમાં પાણી ભરાયા હતા. શનિવારે ધોધમાર વરસાદ પડતા ઝરણા, વહેળા, અને નાના મોટા જળધોધ સક્રિય બનતા પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. વરસાદી મહોલના પગલે આહવા-વઘઇ માર્ગ પર માટી મલબો અને પથ્થરો ધસી પડ્યા હતા. ગિરિમથક સાપુતારા ખાતે શનિવારે પણ વરસાદી માહોલ જામતા વાતાવરણ બેવડાયુ હતુ. સાપુતારા ખાતે સતત બીજા દિવસે ગાઢ ધુમ્મસીયા વાતાવરણની સફેદ ચાદર ઓઢાઈ રહેતા વિઝિબલિટી ઘટી હતી. શનિવારે ગિરિમથક સાપુતારા ખાતે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા હતા. શનિવારે વરસાદી માહોલમાં કુદરતી સૌંદર્યનો આસ્વાદ માણવા આવેલા પ્રવાસીઓએ ધુમ્મસીયા વાતાવરણમાં હરીફરીને તથા વિવિધ એક્ટિવિટીઓનો આસ્વાદ માણી ધન્યતા અનુભવી હતી.

Most Popular

To Top