સાપુતારા : ગિરિમથક સાપુતારા (Saputara) ખાતે દિવાળી (Diwali) વેકેશનનાં (Vacation) પર્વમાં રજાઓનાં માહોલને માણવા ગુજરાત સહીત મહારાષ્ટ્રનાં પ્રવાસીઓ ઉમટી રહ્યાં છે. ત્યારે ગતરોજ મહારાષ્ટ્ર રાજયનાં મુંબઈની મહિલા ડૉ (Women doctor) રશ્મિબેન દિપકભાઈ ભદ્રા સાપુતારા ખાતેની શવશાંતી હોટલ નાં સ્વિમિંગ પુલ પાસે આવેલ દાદરાનાં રેલિંગ પર ચાલી મોબાઈલ પર વાતચીત કરી રહી હતી. તે દરમ્યાન શેખ અઝાજ અહમદ મુસ્તાક, નાલબંધ મોહંમદ સૂફીયાન, મોહમદ સફી,અ મન વૈકુંઠ શર્મા, અંસારી સલમાન અસલમ (તમામ રહે.સુરત)નાઓએ આ ડૉક્ટર મહિલાની છેડતી કરી તેણી સાથે ગાળાગાળી કરી અભદ્ર વર્તન કરતા આ પ્રવાસી મહિલાએ આ ચારેય ઈસમો સામે સાપુતારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા સાપુતારા પોલીસની ટીમે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
સાપુતારાના નવાગામનાં રહેવાસીઓ દ્વારા જમીન માંગણી આવેદન
સાપુતારા : ડાંગ જિલ્લાનાં સાપુતારા નજીક આવેલ નવાગામવાસીઓ દ્વારા જમીન પ્લોટની માંગણી બાબતે આજરોજ મંત્રી નરેશભાઈ પટેલ (આદિજાતિ વિકાસ, અન્ન, નાગરિક પુરવઠો, ગ્રાહક સુરક્ષા ગુજરાત રાજ્ય) ને આવેદનપત્ર આપી જમીન પટ્ટાના હકની માંગણી કરી હતી. ગુજરાત રાજ્યના ગિરિમથક સાપુતારા નજીકનાં નવાગામ ખાતે વસવાટ કરી ધંધો રોજગાર મેળવનાર લોકો દ્વારા જમીન પ્લોટ માંગણી બાબતે મંત્રી નરેશભાઈ પટેલને આવેદન આપ્યુ હતું .થોડા દિવસ પહેલા રાજ્ય સરકાર દ્વારા નવાગામ વાસીઓને જમીન હક પત્રક આપ્યા હતા. જેમાં 17 પરિવારના લોકો જમીન હકથી વંચિત રહી જતા તેઓએ જમીન પ્લોટ હક માટે માંગણી કરી છે.
નવાગામ વાસીઓને જમીન હક પત્રક આપ્યા હતા
આવેદનમાં જણાવ્યા અનુસાર 12/02/2022 ના રોજ નવાગામ વાસીઓને જમીન હક પત્રક આપ્યા હતા.પરંતુ 17 જેટલાં લોકો જેઓ અન્ય જિલ્લા રાજ્યમાંથી નવાગામ ખાતે વસવાટ કરતા હોવાથી તેઓને જમીન હક આપવામાં આવ્યા નથી. તેઓના જણાવ્યા અનુસાર માપણી વખતે તેઓના પ્લોટની પણ માપણી કરવામા આવતી હતી. તેઓની આર્થિક પરિસ્થિતિ નબળી હોય તેઓ હાલ જમીનની માંગણી કરી રહ્યા છે. છેલ્લા 40 વર્ષથી તેઓના નવાગામ ખાતે વસવાટ કરી રહ્યા છે. અન્ય લોકોને 99 વર્ષના ભાડાપેટે રૂપિયા 1 ના ટોકનથી પ્લોટ ફાળવણી કરવામા આવી છે, તો તેઓની માંગ છે કે તેઓને પણ જમીન ફાળવણી માટે પ્લોટ આપવામા આવે.