સાપુતારા: (Saputara) ગિરિમથક સાપુતારા ખાતે બનાસકાંઠાથી એક કપલ (Couple) ફરવા માટે આવ્યુ હતુ. ત્યારે ફરવા માટે એક દુકાનદાર પાસેથી ભાડેથી મોપેડ લીધી હતી. દુકાનદારને વિશ્વાસમાં લઈને ફરવા આવેલું પ્રવાસી મોપેડ (Moped) લઈને રફુ ચક્કર થઈ જતા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
- સાપુતારા ફરવા ગયેલુ બનાસકાંઠાનું કપલ દુકાનદારની મોપેડ લઈ રફુચક્કર થઈ ગયુ
- પહેલા બે દિવસ ફરીને યુવક મોપેડ પાછી આપી ગયો હતો અને પછી પાછો લઈ ગયો
બનાસકાંઠા જિલ્લાનાં ટોભા ગામનો અશોક ભેમા ચૌધરી એક યુવતી સાથે સાપુતારા ખાતે ફરવા માટે આવ્યો હતો. આ કપલ હરેશભાઈ ઝાપળેની દુકાને ગયા હતા અને ત્યાં ફરવા માટે કોઈ બાઈક ભાડેથી મળશે કે કેમ તેમ પુછતા દુકાનદાર હરેશ રામચંદ્ર ઝોપળેએ પોતાની એક્સેસ મોપેડ નં. GJ-30-E-6847 તા. ૧૨/૧૧/૨૦૨૩ અને તા.૧૩/૧૧/૨૦૨૩ ના રોજ ફરવા માટે ભાડેથી આપી હતી. અને બંને દિવસે ફરીને યુવક મોપેડ પાછી આપી ગયો હતો.
જેથી તા. ૧૪/૧૧/૨૦૨૩ ના રોજ બપોરના બાર વાગ્યે યુવક ફરીથી હરેશભાઈ પાસેથી મોપેડ એક કલાક માટે સાપુતારા ખાતે ફરવા માટે ભાડેથી માગતો હતો. અગાઉ બે દિવસ યુવકે મોપેડ ફરીને આપી દીધી હતી જેને ધ્યાને રાખી હરેશભાઇએ વિશ્વાસ રાખી યુવકને એક્સેસ મોપેડ (રૂપિયા ૫૦,૦૦૦)માં આપી દીધી હતી. પરંતુ આજદિન સુધી યુવકે મોપેડ પરત નહીં કરતા યુવકે વિશ્વાસઘાત અને ઠગાઈ કરતા હરેશ ઝાપળેએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. હાલમાં સાપુતારા પોલીસે આ અંગેનો ગુન્હો નોંધી, આગળની કાર્યવાહી હાથ ધરી છે.