Charchapatra

સપ્તસુર ગાન એક પ્રાણાયામ

મિત્રો સંગીતમાં એવું જાદુ છે કે જે તન મનને પ્રફુલ્લિત કરે છે. માનવ જીવનમાં સંગીતના મહિમા અનોખો છે સંગીત વગરનું જીવન એ દિશા અને દશા બંને બગાડે છે.સાહિત્ય, સંગીત, કલાવિ હીન માણસ પશુ સમાન છે., તાજેતરનું સંશોધન બતાવે છે કે દરરોજ ગીત ગાવાથી માણસનું ટેન્શન દૂર થાય છે. સંગીત શોખીન માનવ લાંબું જીવે છે.ગાવું એક જાતનો પ્રાણાયામ પણ છે સંગીત સાંભળવાથી તન મનને અનેક લાભો પ્રાપ્ત થાય છે.સંગીત કોઈપણ હોય શાસ્ત્રીય હોય સુગમ હોય સુફી હોય કે હવેલી સંગીત હોય માનવીના મનનો થાક હતાશા કોઈ વિચાર મા નેગેટિવતા એટલે કે નકારાત્મક વલણથી એ માણસને બચાવે છે સંગીત માનવીને જીવાડે છે. નાના બાળકોને નાનપણ થીજ સંગીત કે વાદન તરફ વાળવા જોઈએ. સંગીત થી જીવનમાં નવી પ્રાણ ઉર્જા આવે છે અને સકારાત્મક પરિણામ પણ જોવા મળે છે.

પહેલાના જમાનામાં ઓલ ઇન્ડિયા રેડિયો પર બીનાકા કે સીબાકા શીર્ષક નીચે ફિલ્મ ગીતોનો પ્રોગ્રામ આવતો.. હોશે હોશે લોકો તેનો ઇન્તજાર કરતા. પેલા ગીતમાં પણ કહેવામાં આવ્યું છે કે “ગીત ગાતા ચલ ઓ સાથી ગીત ગુનાતા ચલ””…આજના ધમાલિયા વાતાવરણમાં દોડધામ ભર્યા જીવનમાં દરેકે સંગીત માટે થોડોક સમય કાઢવો જોઈએ એટલે કે સંગીતને માણવું જોઈએ. રાત્રે સંગીતમય શૈલીમાં પ્રભુ ભજન પણ કરી શકાય.વર્તમાન સમયમાં સંગીતની ખાસ જરૂર તથા ઉપયોગીતા છે એ ના ભુલવું જોઈએ. આવો આપણે સૌ સાથે મળીને આ સપ્તસુરના સહારે જીવનને સંગીતથી સુરીલું બનાવીએ અને જીવન માં તન અને મનને નિરોગી રાખીએ..
સુરત     – લેખન યોગેન્દ્ર પટેલ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top