સંતરામપુર: સંતરામપુર નગરમાં ટ્રાફિકની સમસ્યા હલ થાય તે માટે સંતરામપુર સ્ટેટ હોસ્પીટલ પાસેથી બાયપાસ રોડ કરોડોના ખર્ચે બનાવેલ છે. આ બાયપાસ રોડ વાંકાપુલ નાળા પાસેથી પ્રાન્ત કચેરી પાસેથી નીકળીને સંતરામપુર થી ઝાલોદ જતાં રસ્તાને મળે છે.
જે આ બાયપાસ રોડની કામગીરી નબળીને હલકી કક્ષાની કામગીરી થતાં આ રસ્તાઓ ટુંકામાં જ જજઁરીત અવસ્થામાં મુકાતાં નાના મોટા વાહન ચલાવવામાં વાહન ચાલકોને મુશ્કેલી પડે છે. આ રોડ પૈકી જે રસ્તો કેટલાક સ્થળો પર તૂટી ગયેલો છે અને ખાડા પડેલા જોવાય છે રોડની કપચી પણ નીકળીને બહાર આવેલ છે.
જેનું જરુરી રીપેરીંગ કામ અને રીકારપેટની કામગીરી કરાવવામાં સ્ટેટ માર્ગને મકાન વિભાગ દ્વારા કોઈ કાર્યવાહી હાથ ધરવામાં નહીં આવતા વિભાગની ધોર નિષ્કાળજી જોવા મળે છે.
આ બાયપાસ રોડની કામગીરી નબળીને હલકી કક્ષાની કામગીરી થતાં આ રસ્તો ભંગાર હાલતમાં જોવા મળે છે ત્યારે આ રસ્તાની ગુણવત્તા સંબંધી તપાસ વિજીલન્સ વિભાગ દ્વારા કરવામાં આવે તે જરુરી છે.
આ સંતરામપુર બાયપાસ રોડની જરુરી મરામતની કામગીરી કરાવવામાં આવે. આ રસ્તા પર રીકારપેટની કામગીરી કરાવવામાં સ્ટેટ માર્ગને મકાન વિભાગ દ્વારા જરુરી કાર્યવાહી હાથ ધરે તેવી માંગ ઉઠી છે .