વડોદરા: સંસ્કારીનગરી વડોદરાને કાળો ધબ્બો લગાવતી ઘટના બની છે. વડોદરા શહેરમાં આતંકવાદી કનેકશન હોય કે પછી પેપર ફૂટવાની ઘટના હોય જેના તાર ક્યાંકને ક્યાંક વડોદરા સાથે જોડાયેલા હોય છે. મોડી રાત્રે પેપર ફૂટ્યા ના સમાચાર વાયરલ થાય તે પહેલા બહારગામ થી વિધાર્થીઓ વડોદરા પરીક્ષા આપવા પહોંચી ગયા હતા. પેપર ફૂટ્યા ની વાત વાયરલ થતા વડોદરા એસટી ડેપો પર અફડાતફડી નો માહોલ જોવા મળ્યો હતો. આખરે પરીક્ષા રદ થતા પરીક્ષાર્થીઓ મુંઝવણ મા મુકાઈ ગયા હતા પરીક્ષા માટે 4 થી 6 મહિના કે એક વર્ષ થી તૈયારી કરતા વિધાર્થીઓની મહેનત પાણીમા ગઈ હતી. કડકડતી ઠડીમા રાત બસ ડેપોમાં વિતાવી પડી હતી. અફડા તફાડીનો માહોલ સર્જાતા સરકારે બસમાં જવા માટે ફ્રી ટિકિટની જાહેરાત કરી હતી.
કેટલાક રૂટ પર વધારાની બસ સેવાની સુવિધા કરવામા આવી હતી પેપર ફૂટવા મામલે આ વખતે વડોદરા એપિ સેન્ટર બનતા શિક્ષણ જગતમાં ચકચાર મચી ગઈ હતી. ATS ની કામગીરી ને ખરેખર દાદ આપી શકાય. પરંતુ વડોદરામાંથી પકડાયેલ માત્ર પ્યાદા હોવાનું કહેવાય છે. પોલીસે મુખ્ય સૂત્રધાર સુધી પહોંચવું જરૂરી છે. કારણ કે પેપર ફોડવું એ સામાન્ય ઘટના નથી. જોકે ગુજરાત ના વિધાર્થી માટે સામાન્ય ઘટના છે. કારણકે ગુજરાતમા છાશવારે પેપર ફૂટવાની ઘટના બંને છે. એટલે આ કેસ મા મુખ્ય સૂત્રધાર સાથે ક્યાં મોટા માથા સંડોવાયેલા છે તેની જાણકારી મેળવવા પોલીસે બુલેટ ગતિ એ તપાસ કરવી એટલા માટે જરૂરી છે કે સમય જતા હમેંશા ભીનું સંકેલાય જતું હોય છે.
અને ગરીબ અને બેરોજગાર યુવાનોને ન્યાય મળતો નથી. પેપર ફૂટવાની ઘટના મામલે સરકાર પર માછલાં ઘોવાયા છે. પરંતુ પેપર ન ફૂટે તે માટે અત્યાર સુધીની સરકારો એ કોઈ પગલા ભર્યા નથી. માત્ર પેપર ફૂટે અને આરોપીઓને પકડવાએ મોટુ કામ નથી. પણ વારંવાર બનતી આવી ઘટના જડમુળમાંથી કેવી રીતે રોકવી તે બાબતે કોઈ પગલા ભરાતા કેમ નથી તે પણ સૌથી મોટો સવાલ છે આ વખતે તો એવું લાગે છે કે સંસ્કારી નગરી કલકિત બની છે અને પેપર ફૂટ્યું કે બેરોજગાર ગરીબ વિધાર્થીનું નસીબ ફૂટ્યું હોય તેમ લાગે છે.
જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર લિંક થતા રદ
વડોદરા : ગુજરાત પંચાયત પસંદગી મંડળ દ્વારા જુનિયર ક્લાર્કની પરીક્ષાના પેપર લીક થતા વડોદરા સહિત સમગ્ર રાજ્યમાં ચકચાર મચી જવા પામી છે. પરીક્ષાર્થીઓમાં છુપા રોષ સાથે નારાજગી જોવા મળી હતી. કૌભાંડમાં વડોદરા એપી સેન્ટર બન્યું હતું. માંજલપુરના કોચિંગ ક્લાસમાં એટીએસની ટીમે એસઓજી પોલીસને સાથે દરોડો પાડ્યો હતો. જેમાં પેપર લિક કરનાર સહિત 16 જેટલા આરોપીની ધરપકડ કરીને ગાંધીનગર લઇ જવાયા હતા.
ગુજરાત રાજ્યમાં ગુજરાત પંચાચત પસંદગી મંડળ દ્વારા જુનિયર ક્લાર્કની પરીક્ષા 29 જાન્યુઆરીને રવિવારે સવારે યોજાવાની હતી. જેમાં સમગ્ર રાજયમાં 9.53 લાખના જેટલા પરીક્ષાર્થીઓ પરીક્ષા આપવા માટે અન્ય શહેરમાં આવ્યા હતા. પરંતુ પરીક્ષા યોજાઇ પહેલા પેપર ફુટી જવાના કારણે પરીક્ષા રદ કરાઇ હતી.જેના કારણે પરીક્ષાર્થીઓમાં નારાજગી સાથે આંતરિક રોષ પણ જોવા મળ્યો હતો. જુનિયર ક્લાર્કની પરીક્ષાના લઇને રાજ્ય પોલીસ દ્વારા સતત વોચ રખાઇ રહી હતી. દરમિયાન ગુજરાત એટીએસને શનિવાર રાત્રે જાણવા મળતી માહિતી મુજબ સરકારી પેપર લિક કાંડમાં એપી સેન્ટર વડોદરા છે.
જેથી ગુજરાત એટીએસની ટીમે શહેર એસઓજીની ટીમને સાથે રાખીને કોઇને પણ ગંધ ન આવે તે રીતે માંજલપુર વિસ્તારમાં આવેલી ટેકવાઇઝ ટેકનોલોજીસની ઓફિસમાં દરોડો પાડીને પેપર લિક કરનારાના શખ્સો મસબૂ પર એટીએએસની ટીમે પાણી ફેરવી દીધુ હતું. પેપર લિક કરવાના કૌભાંડમાં પોલીસે 15 જેટલા શખ્સોની ધરપકડ કરી હતી. જેમાં 1 વડોદરા અને 15 પર પ્રાંતિય હોવાનું જાણવા મળ્યું હતું. જ્યારે અ્ન્ય બે આરોપી પોલીસ પકડથી દૂર છે. તમામ કૌભાંડીઓની એટીએસની ટીમ દ્વારા ગાંધીનગર લઇ જવામાં આવ્યા હતા.