શુક્રવારથી શરૂ થઈ રહેલું સંસદનું બજેટ સત્ર તોફાની બની રહેશે. વિપક્ષ ત્રણ નવા કૃષિ કાયદાઓ અંગે ખેડૂતોના ચાલી રહેલા આંદોલન વચ્ચે સરકાર પર પ્રહાર કરશે.
શુક્રવારે સવારે બંને ગૃહોની સંયુક્ત બેઠકમાં રાષ્ટ્રપતિના સંબોધન સાથે સત્રની શરૂઆત થશે અને ત્યારબાદ 1 ફેબ્રુઆરીએ કેન્દ્રીય બજેટ રજૂ થશે.પહેલીએ પેપરલેસ બજેટ રજૂ થશે.
આ વિશે કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદે ગુરુવારે કહ્યું કે, કુલ 18 વિપક્ષી પાર્ટીઓએ નવા કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા ખેડૂતો સાથે મળીને રાષ્ટ્રપતિના સંબોધનનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે.
16 વિપક્ષી પાર્ટીઓએ પણ દિલ્હીમાં પ્રજાસત્તાક દિવસે થયેલી હિંસાની તપાસની માંગ કરી છે. આ વિપક્ષી પાર્ટીઓમાં કોંગ્રેસ, એનસીપી, શિવસેના, ડીએમકે, તૃણમૂલ કૉંગ્રેસ, સીપીઆઈ, સીપીઆઈ-એમ અને આરજેડીનો સમાવેશ થાય છે.
પાપેરલેસ બજેટ રજૂ કરવાના વિચાર સાથે તમામ દસ્તાવેજો અને આર્થિક સર્વે ઓનલાઇન ઉપલબ્ધ કરાશે.
આ સત્રમાં પણ કોરોના ગાઈડલાઇનનું પાલન કરવાનું રહેશે. જેથી રાજ્યસભા અને લોકસભાની બેઠક પાંચ-પાંચ કલાકની શિફ્ટમાં મળશે, સવારે ઉપરી ગૃહની બેઠક અને સાંજે નીચલા ગૃહની બેઠક યોજાશે.
આ સત્રમાં પ્રશ્ન સત્ર સામેલ કરાયું છે. જે સમયની અછતના કારણે અગાઉના સત્રમાં કોઈ પ્રશ્ન સત્ર યોજાયું નહોતું.
લોકસભા સચિવાલયના જણાવ્યા અનુસાર, આ સત્રમાં શુક્રવારે બપોર પછી બીલ અને ઠરાવો રજૂ કરવા અને તેના પર ગૃહ દ્વારા ચર્ચા કરવામાં આવશે.
સત્ર દરમિયાન સરકાર તાજેતરમાં જારી કરાયેલા વટહુકમોને કાયદામાં રૂપાંતરિત કરવા દબાણ કરશે. વટહુકમને સત્રના શરૂઆતના 42 દિવસની અંદર કાયદામાં પરિવર્તિત કરવો પડે નહીં તો તે રદ થઈ જાય છે.
આ સત્ર 8મી એપ્રિલે પૂર્ણ થશે. સ્થાયી સમિતિઓને મંત્રાલયોની માંગણીઓ ધ્યાનમાં લેવા અને તેમના અહેવાલો તૈયાર કરવા માટે ગૃહ 15 ફેબ્રુઆરીએ મુલતવી રખાશે. ત્યારબાદ 8મી માર્ચે ફરી બેઠક યોજાશે.