Charchapatra

સંજુની ચર્ચા

મિત્રો, હાલ સંજુ સેમસનની ચોતરફ વાહવાહી થઇ રહી છે. કારણે એમને 50 બોલમાં 97 રન્સ કર્યા એની ચર્ચા તો છે જ પરંતુ સાથે સાથે 97 રન્સ કરતાં પણ વધારે એમણે યોગ્ય સમયે સમયની માંગ પ્રમાણે એમની યોગ્ય કાબેલિયત બતાવી એની વધુ ચર્ચા છે. જેના થકી ભારત સેમીફાઈનલ માટે ફાઈનલ સ્થાન મેળવી શકયું. આ વાતને એટલા માટે પ્રસ્તુત કરવા માંગું છે કારણ કે હાલ થોડા સમયમાં આવનારી JEE, NEET, Guject કે અન્ય પરીક્ષામાં આપણે પણ સંજુની જેમ ઓછા સમયમાં વધુ મહેનત કરી આપણી યોગ્ય ક્ષમતા બતાવીએ તો આપણી પણ ચોક્કસ ચર્ચા થશે જ. એક ગર્વની ક્ષણ હોઇ શકે. જેમ 50 જ બોલમાં 97 રન્સ યોગ્ય સમયે કર્યા તેવી જ રીતે આપણે પણ ઓછા સમયમાં વધુ મહેનત કરી પરીક્ષાનાં પરિણામોને ઉચ્ચ સ્તરે લઇ જઇએ.
ધોળીકુઇ           – પરેશ રાઠોડ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

એરપોર્ટ અધિકારીઓ જાગૃત થાય!
હાલમાં જ બેંગકોકથી સુરત આવેલી ફ્લાઈટમાં બે સીટની નીચે પોલિથીન પેકેટમાં 1656.07 ગ્રામ ગાંજો જપ્ત કરાયો હતો. ગંભીર સવાલ એ ઉપસ્થિત થાય છે કે બેંગકોકથી એર ઈન્ડીયા ફસાઈ યા આટલા મોટા જથ્થામાં ગાંજો મુકાયો ત્યારે ફલાઈટના સત્તાધીશો શુ ચેકીંગ કરતા હતા આવી લાપરવાહી અને બેદરકારી સુરતની પ્રજા માટે ભવિષ્યમા મોટું જોખમને આમહિત કરી શકે છે. આ અંગે સંબંધીત એર ઈન્ડીયામાં સત્તાધીશોને સુરત શહેરની પ્રજાના હિતમા જાગૃત થઈને જરૂરી કડક કાર્યવાહી કરવી અનિવાર્ય બની છે.
સુરત     – રાજુ રાવલ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top