વડોદરા : કોર્પોરેશન દ્વારા આવાસની જમીનમાં ગેરરીતિ, ખોટા બાંધકામ, ભ્રષ્ટાચાર અને લાભાર્થીઓને મકાન અને ભાડા આપવામાં વિલંબના મુદ્દાઓના ત્વરિત સમાધાન માટે શહેર કોંગ્રેસ સમિતિએ મેયરને આવેદન આપી રજૂઆત કરી હતી. શહેરમાં પાલિકા દ્વારા વારસીયા સંજયનગર પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ૪ વર્ષથી પ્રોજેક્ટ ખોરંભે પડ્યો છે. હાલની પરિસ્થિતિમાં કોઈ જાતનું બાંધકામ કરાયું નથી. 3 વર્ષની ઉપર પ્રોજેક્ટની સમય મર્યાદા થઇ ગઇ હોવાથી કોન્ટ્રાકટર સમય મર્યાદામાં પ્રોજેક્ટ શરૂ કર્યો નથી. વડોદરા મહાનગરપાલિકા દ્વારા 2000 કરોડનું કૌભાંડને સહકાર મળી રહ્યો હોય છે.
વડોદરા કોર્પોરેશન દ્વારા કરોડોના પ્રોજેક્ટ જાતે કરી કોર્પોરેશનમાં આવક થાય તેવું આયોજન કરવું જોઈએ પણ ભાજપના શાસનમાં પ્રધાનમંત્રી આવાસના નામે શહેરમાં કરોડોનો ભ્રષ્ટાચાર કરી લાભાર્થીઓ સાથે છેતરપીંડી કરે છે. આવાસના નામે કરોડોની જમીન પોતાના મળતિયાઓને આપી દેવામાં આવે છે. કોર્પોરેશન તે જમીન પર પોતે કરે તો પાલિકાને આવક થાય.પ્રધાનમંત્રી આવાસ યોજના ઓડનગરમાં શાસક પક્ષ દ્વારા ડેવલપર મે. માનવ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લીમીટેડને લાભ કરાવા સભામાં વધારાની ટ્રાન્સફ્રેબલ એફએસઆઇ અને પ્રિમિયમમાં રાહત સાથે અવેજીમાં બીજી જમીન આપવાની ભ્રષ્ટ દરખાસ્ત લાવ્યા છે.
બીજી બાજુ સમા-સંજયનગર મુખ્યમંત્રી આવાસ યોજનામાં ટેન્ડર કરતાં 50000 ચો.ફૂટ વધારેની જમીનનો દ્સ્તાવેજ કરી ગેરકાયદે ભ્રષ્ટ કામ કર્યું છે. ઓડનગરમાં દબાણો ન તોડી ડેવલપરને પ્રીમિયમમાં રાહત અને ટ્રાન્સફરેબલ FSI અને જમીન આપવાનો ઉતાવળ.બીજી બાજુ સમા-સંજયનગર MGY યોજનામાં આજ ડેવલપરને વધારાની જમીન પછી લેવાની કોઈ વાત નહિ એ સ્પષ્ટ ભ્રષ્ટાચાર છે.પ્રધાનમંત્રી આવાસ યોજનાઓ સંજયનગર વારસિયા અને સહકારનગર તાંદળજાની સ્કીમોનું તાત્કાલિક બાંધકામ શરૂ કરવું અને લાભાર્થીઓને બાકી રહેલા ભાડાની રકમની તાત્કાલિક ચુકવણી કરવાની માગણી કોંગ્રેસ દ્વારા કરાઇી છે.
ઓઢનગર ખાતે કોર્પોરેશન દ્વારા આપેલી જમીનમાં બાલાજી બિલ્ડરે વરસાદી કાસ પર બિલ્ડીંગ બાંધી દીધી છે તેમજ એરપોર્ટની પરમીશન વગર ગેરકાયદે બાંધકામ કરાયું હતું. આ બધા મુદ્દાને લઈને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા મેયર કેવડીયાને આવેદનપત્ર આપીને રજુઆત કરાઇ હતી. આ કાર્યક્રમમાં શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલ વિપક્ષી નેતા અને રાવત પૂર્વ વિપક્ષી નેતા ચંદ્રકાંત પરિવાર સહિત કોંગ્રેસના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.