દાહોદ: સંજેલી મુખ્યમાર્ગ પર સરપંચના ઘર નજીક બસ સ્ટેશનના ગેટ પર જ પંચાયત દ્વારા ડોર ટુ ડોર કલેકશન થતો કચરાનો ડમ્પિંગ કરાતાં રોગચાળો ફાટી નિકળવાની દહેશત સંજેલીની પ્રખ્યાત શાળાએ અભ્યાસ માટે જતાં વિદ્યાર્થીઓ અને મંદિરે જતા દર્શનાર્થીઓ અને મુસાફરો માટે ભારે હાલાકી સંજેલી પંચાયતનો ખાડે જતો વહીવટ તાલુકાના અધિકારીઓ પણ પંચાયત સામે યોગ્ય પગલાં લેવામાં નિષ્ફળ.રોગચાળો ફાટી નીકળે તે પહેલા જિલ્લા અધિકારી દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી ગ્રામજનોની માંગ.
સંજેલી સરપંચના ઘર પાસે નવનિર્મિત પામેલ બસસ્ટેશન ના માંડલી રોડ તરફ જવાના મુખ્ય માર્ગ ના પ્રવેશદ્વાર પર જ પર ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે સંજેલી પંચાયત દ્વારા ડોર ટુ ડોર કચરો ઉઘરાવી અને તેનો યોગ્ય નિકાલ કરવાને બદલે બસ સ્ટેન્ડ નજીક જ રોડ પર ઠાલવી દેવામાં આવે છે જેથી ગંદકી એ હદે વટી ગઈ છે કે કચરો મુખ્ય રોડ પર વહેતો થયો છે જેને લઈ રાહદારીઓ સહિત મંદિરે પૂજા કરવા જતાં દર્શનાર્થીઓ અને સંજેલીની પ્રખ્યાત ડોક્ટર શિલ્પન હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ માં ભારે નારાજગીના દ્રષ્યો જોવા મળે છે તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી આવતા મુસાફરોએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
એક તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સ્વચ્છ ભારત સ્વસ્થ ભારત સહિત ના નામે તાલુકામાં ઘરે ઘરે શૌચાલય અને કચરાપેટી મૂકી ગામને સ્વચ્છ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે ત્યારે બીજી તરફ પંચાયત ના સરપંચ અને તલાટીને વારંવાર ગ્રામજનો દ્વારા આ બાબતે રજુઆત કરવા છતાં પણ પોતાની મનમાની ચલાવી રોડ પર જ ડોર ટુ ડોર કલેકશનનો કચરો ઠાલવી સ્વચ્છ ભારત મિશનના ધજાગરા ઉડાવી રહ્યાં છે વિદ્યાર્થીઓ સહિત, શ્રદ્ધાળુઓ અને ગ્રામજનોની માંગ છે રોગચાળો ફાટી નીકળે તે પહેલા ગંદકી વહેલી તકે દૂર કરવામાં આવે તેવી પ્રભળ માંગ ઉઠવા પામી છે .
ગરબાડા ગ્રા. પં.ની સામે જ ગંદકીના ઢગલા, તંત્રના આંખ આડા કાન
ગરબાડા: ગરબાડા તાલુકામાં ડેન્ગ્યુ જેવા મચ્છર જન્ય જીવલેણ રોગો એ માથું ઊંચક્યું છે ત્યારે ગરબાડા આરોગ્ય તંત્ર ઘોર નિદ્રામાં જોવા મળી રહ્યું છે. સ્થાનિક તંત્રને નાગરિકો ના સ્વાસ્થ્યની કોઈ ચિંતા નથી તેમ લાગી રહ્યું છે. સ્વચ્છ ભારત મિશન ના બોર્ડ તેમજ પોસ્ટરો તો લગાવી દેવામાં આવ્યા પણ સ્વચ્છતા ક્યાં? ગરબાડા તાલુકામાં ગરબાડા ગ્રામ પંચાયત ની સામે જ પ્રાથમિક શાળા નજીક ગંદકીના ઢગ જોવા મળી રહ્યાં છે. છતાં ગ્રામ પંચાયત દ્વારા આ કચરાના ઢગને હટાવવાની તજવીજ ક્યારે કરાશે તે સવાલ ઊભો થાય છે .શું ગ્રામપંચાયતના અને આરોગ્ય વિભાગના વહીવટદારોને જાણ નથી કે જાણ હોવા છતાં આંખ આડા કાન તેમ લાગી રહ્યું છે. આખરે ગંદકી સાફ કરાવવામાં સ્થાનિક તંત્રને રસ કેમ નથી.