Business

દુષ્કર્મનો ભોગ બનેલી મહિલાને ન્યાયઅપાવવા સંઘર્ષ સમિતિ મેદાનમાં

વડોદરા, તા.22
સંસ્કારી નગરી ને કલંકિત કરવાનો પ્રયત્ન કરતા વિદર્નીઓ દ્વારા હેવાનિયત ભરેલ દુષ્કર્મ ઘટના અને અંજામ આપવામાં આવ્યો હતો આ ઘટનાના મામલે સંઘર્ષ સમિતિ વડોદરા મહાનગર દ્વારા ઊંડાણપૂર્વક તપાસ તેમ જ પીડીતાની મજાક કરનારા પોલીસ સ્ટેશનના અમલદારોની સામે કાયદેકીય કાર્યવાહી કરવામાં આવે તેવી ઉગ્ર રજૂઆત કરવામાં આવી રહી છે. સંઘર્ષ સમિતિ વડોદરાના અગ્રણી દ્વારા જણાવ્યા અનુસાર છેલ્લા કેટલાક સમયથી નાપાક વિધર્મીઓ દ્વારા હિન્દુ બહેન દીકરીઓને ફસાવી ફોસલાવી લવ જેહાતના ષડયંત્રનો ભોગ બનાવવાના કિસ્સા ખૂબ જ વધી રહ્યા છે. સંસ્કારી નગરીમાં વિધર્મીઓ દ્વારા હેવાનિયત ભરેલ દુષ્કર્મની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. જેનો ગુનો સમા પોલીસ સ્ટેશન ખાતે દાખલ કરવામાં આવ્યો છે. બિન ગુજરાતી પરિવારની 56 વર્ષની ઉંમરની હિંદુ બહેન સાથે ત્રણ વિધર્મી નરાધમો દ્વારા ગેંગરેપ કરવામાં આવ્યો હતો. જેમાં વિવિધ પરિવારની સમા પોલીસ સ્ટેશનમાં પોલીસ અમલદારો દ્વારા ફરિયાદ લેવાની જગ્યાએ મજાક કરવામાં આવી હતી. જેની ગંભીર નોંધ લેવા માટે સંઘર્ષ સમિતિ વડોદરા મહાનગર દ્વારા પોલીસ ભવન ખાતે આવેદનપત્ર આપી તેઓ પર કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.

Most Popular

To Top