Entertainment

આર્યનને પકડનાર સમીર વાનખેડેની હાલત સલમાન વિરુદ્ધ સાક્ષી આપનાર રવિન્દ્ર પાટીલ જેવી તો નહીં થાય ને..!

મુંબઈ હાઈકોર્ટે (Mumbai Highcourt) જામીન આપ્યા બાદ આર્યન ખાન જેલમાંથી (Aryan Khan Bail) છૂટી મન્નતમાં પહોંચી ગયો છે, પરંતુ શું અહીં આર્યન ખાન ડ્રગ્સ કેસનું (Drugs case) ચેપ્ટર પૂરું થયું છે. કાયદાકીય કાર્યવાહી તો થતી રહેશે પરંતુ પડદા પાછળ પણ એક રમત રમાશે. બોલિવુડના (Bollywood) સુપરસ્ટાર શાહરૂખ ખાનના (Superstar Shahrukh Khan) દીકરાને પકડનાર સમીર વાનખેડે (Samir Vankhede) સામે જે રીતે પાછલા દિવસોમાં અનેક પ્રકારના આક્ષેપો થયા છે અને કોર્ટ પ્રોસિડીંગ શરૂ થઈ છે તે જોતાં હવે વાનખેડેના કપરા દિવસો શરૂ થાય તો નવાઈ નહીં. આમ પણ બોલિવુડ ક્યારેય બદલો લેવાનું ચૂકતું નથી તે ઇતિહાસ પરથી જાણવા મળે છે.

બોલિવુડ સાથે સંકળાયેલા અનેક કિસ્સાઓમાં અગાઉ જોવા મળ્યું છે. કોઈ એક્ટર કે તેના રિલેટીવ્સને પકડવાની સજા અધિકારીઓએ ભોગવવી પડી છે. બોલિવુડના દબંગ સલમાન ખાનના (Salman Khan) હીટ એન્ડ રન કેસમાં (Hit and Run Case) રવિન્દ્ર પાટીલ (Ravindra Patil) નામના વ્યક્તિએ સલમાન વિરુદ્ધ જુબાની આપી હતી. ત્યાર બાદ અચાનક રવિન્દ્ર પાટીલના જીવનમાં મુશ્કેલીઓ ઉભી થઈ હતી અને સમયાંતરે તે ગુમનામીમાં મૃત્યુ પામ્યો હતો.

તમને જણાવી દઈએ કે રવિન્દ્ર પાટીલ એ સલમાન ખાનનો બોડીગાર્ડ હતો. સલમાન વિરુદ્ધ જુબાની આપ્યા બાદ તેને નોકરીમાંથી હાંકી કાઢવામાં આવ્યો હતો. 2007માં તેનું ટીબીની બિમારીમાં મૃત્યુ થયું હતું. રવિન્દ્ર પાટીલ પહેલાં સાક્ષી હતા જેઓએ સલમાન વિરુદ્ધ હિટ એન્ડ રન કેસમાં જુબાની આપી હતી. અને છેલ્લે સુધી પોતાની જુબાની પર ટકી રહ્યાં હતાં.

સલમાનના બોડીગાર્ડ રવિન્દ્ર પાટીલે નિર્ભયતાથી કહ્યું, ગાડી સલમાન ચલાવી રહ્યો હતો

સલમાનના બોડીગાર્ડ પહેલાં રવિન્દ્ર પાટીલ મુંબઈ પોલીસમાં કોન્સ્ટેબલ તરીકે નોકરી કરતા હતા. તેઓ 1997માં કોન્સ્ટેબલ બન્યા હતા. ત્યાર બાદ તેઓ એલિટ કમાન્ડો સ્કવોડમાં પસંદગી પામ્યા હતા. તેમને સલમાનની સુરક્ષાની ફરજ સોંપવામાં આવી હતી. 2002માં હિટ એન્ડ રનની ઘટના બની હતી. ત્યારે રવિન્દ્ર પાટીલે કહ્યું કે એક્સીડેન્ટ દરમિયાન સલમાન ગાડી ચલાવી રહ્યાં હતાં. સલમાને દારૂ પીધો હતો. પાટીલે કહ્યું હતું કે તેઓએ પોતે સલમાનને ગાડી ધીરે ચલાવવા સમજાવ્યા હતા પરંતુ સલમાને તેમની વાત માની નહોતી. સલમાન વિરુદ્ધ ઓક્ટોબર 2002માં જુબાની આપ્યા બાદ અનેક ઘટનાઓ બની. તેમની પર જુબાની બદલવા દબાણ લાવવામાં આવ્યું તો અચાનક એક દિવસ રવિન્દ્ર પાટીલ ગાયબ થઈ ગયા. તેમને લાલચ અને ધમકી બંને આપવામાં આવી હતી.

અનેક મુશ્કેલી છતાં કોન્સ્ટેબલ રવિન્દ્ર પાટીલે જુબાની બદલી નહીં

સમીર વાનખેડેની જેમ રવિન્દ્ર પાટીલના પરિવારજનોને પણ હેરાન કરવામાં આવ્યા હતા પરંતુ અનેક મુશ્કેલીઓ છતાં પાટીલે પોતાની જુબાની બદલી નહોતી. હિટ એન્ડ રન કેસમાં સાક્ષી હોવા છતાં રવિન્દ્ર પાટીલની 2006માં ધરપકડ થઈ. તેમને નોકરીમાંથી હાંકી કાઢવામાં આવ્યા. 1 વર્ષ બાદ પાટીલની સ્થિતિ એવી થઈ ગઈ કે તેમને સેવરી પાસે રસ્તા પર પડેલાં જોવા મળ્યા. મિત્રો પણ તેમને ઓળખી શકતા નહોતા. તેમનું શરીર હાડપિંજર જેવું થઈ ગયું હતું. વજન માત્ર 30 કિલો થઈ ગયું હતું. ડોક્ટર પણ તેમને ભિખારી સમજી બેઠાં હતાં. હોસ્પિટલમાં તેનું મૃત્યુ થયું હતું. રવિન્દ્રનું મૃત્યુ થયું ત્યારે તેની ઉંમર 30 વર્ષ પણ નહોતી.

ભિખારીની હાલતમાં નાની વયે રસ્તા પર રવિન્દ્રનું મોત થયું

સૂત્રો અનુસાર રવિન્દ્ર 2 વર્ષથી ટીબીના રોગથી પીડાતા હતા. તેમના પરિવારજનોએ તેમને છોડી દીધા હતા. તે રસ્તા પર ભીખ માંગી ગુજરાન ચલાવતા હતા. મરવા પહેલાં રવિન્દ્રએ પોતાના મિત્રોને કહ્યું કે, હું મર્યો ત્યાં સુધી મારી જુબાની પર અડગ રહ્યો. પરંતુ મારા ડિપાર્ટમેન્ટે મને સાથ આપ્યો નહીં. હું મારી નોકરી પાછી મેળવવા માંગુ છું. એક વાર પોલીસ કમિશનરને મળવા માંગુ છું.

તમને જણાવી દઈએ કે કોર્ટે હિટ એન્ડ રન કેસમાં સલમાન ખાને નિર્દોષ મુક્ત કર્યો છે. 28 સપ્ટેમ્બર 2002ના રોજ આ ઘટના બની હતી. સલમાન ખાનની લેન્ડક્રુઝર અમેરિકન એક્સપ્રેસ બેકરીમાં ઘૂસી ગઈ હતી. ફૂટપાથ પર ઉંઘતા નરૂલા શરીફ નામના વ્યક્તિનું મૃત્યુ થયું હતું. જ્યારે અબ્દુલ શેખ મુંન્નુ ખાન, મુહમ્મદ કલીમને ઈજા થઈ હતી.

Most Popular

To Top