‘ઓપરેશન સિંદુર’ આપણી બહાદુર સેનાએ પાર પાડ્યું. પાકિસ્તાનનો ખુરદો બોલાવી દીધો. ધન્ય છે ભારતની સેના. આ નાપાક પાકિસ્તાન સુધરે એવું નથી. એની સ્થાપના જ કટ્ટરતા અને ધર્માંધતા પર થયેલી છે. આપણા દેશમાં હજુ પણ મીરજાફર-જયચંદોની કમી નથી. જો જયચંદો (કાશ્મીરના) બાતમી ન આપતે તો પહેલગામ કાંડ ન થતે. આજે પણ 20 દિવસ થવાના એ પાંચ- છ આતંકીઓ પકડાતા નથી. આ આતંકીઓ જ્યારે પકડાશે ને ત્યારે તેમને પહલગામને બૈસારન ટુરિસ્ટ પ્લેસ પર લાવી જે તે પત્નીઓએ ઠાર કરવા પડશે. સુહાગ છીનવનારા પર આ જ રીતે સજા હોઈ શકે. પણ પાકિસ્તાન આતંકીઓ મરે તો દુ:ખ નથી અનુભવતા કે સેના મરે તો પણ…! આપણે સહિષ્ણુ છીએ, લાગણીશીલ છીએ તેથી આપણી વેદના દરેક સેનાના માણસો સાથે કે પ્રજા સાથે છે. આપણે હાફીઝ-દાઉદ મસુદ-મુનીરને મારવા જ પડશે. આ પાકનું નાસુર એમ જ નાબૂદ થવાનું નથી. પાકિસ્તાનમાં ઘોરી ખીલજી-ગઝનીઓ હજુ જીવે છે. પીઓકે લેવું પડશે ને બલુચિસ્તાનને અલગ કરવું જ પડશે.
સુરત – જયા રાણા- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.