સુરતના તટે કરોડો વર્ષોથી સતત વહેતી, વલંદા, ફેન્ચો, અંગ્રેજો જેવાં વિદેશીઓને વિશાળ વેપાર કરવાની તક પૂરી પાડી. સુરતને સમૃદ્ધિના શિખરે પહોંચાડી, સુરતને સોનાની ‘મૂરત’ તરીકે ઓળખાવી. અકબર, જહાંગીર જેવા મુઘલો લાકડી પુલથી મક્કા સુધી પહોંચ્યા. સુરતનો ઈતિહાસ અનેરો છે. સુરતમાં કવિ નર્મદ આમલીરાનથી તાપી નદીને તરીને ઓળંગી રાંદેરની શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવેલી. તાપી તટે ઋષિમુનિઓએ મંદિરો, આશ્રમો સ્થાપેલાં. મેઘરાજા મહેરબાન થાય તો મા તાપી બંને કાંઠે વહે. મા તાપી પ્રસન્ન થાય. બંને બાજુના વિશાળ તટમાં તાપીના આહ્લાદક દર્શન માત્રથી સ્વર્ગના દેવતાઓ પુષ્પવર્ષા કરે.
આવી અદ્ભુત કલ્પના વર્ષોવર્ષ બની રહે. તાપીની શુધ્ધિ અને વિકાસ માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ સરકાર ફાળવે છે. આ ગ્રાન્ટ ક્યાં કામો માટે વપરાય છે તે તો શાસકો જ જાણે. શાસકો જ નહીં. સુરતી લાલાઓને પણ મા તાપી માટે કોઈ પ્રેમ કે લાગણી નથી. આખું વર્ષ મા તાપી કાંપ-માટીથી ભરેલી રહે છે. બંને કિનારે મા તાપી સૂકી-ભઠ દૃશ્યમાન દેખાય છે. જેમાં ગટરો વહે છે. ગંદકી અને કચરાથી ભરેલાં જોવા મળે છે. સુરતીઓને કોઈ શરમ જેવું હોતું નથી.
સુરત – ગોપાળ આર. પરમાર– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
રાસાયણિક ખાતર
દુનિયામાં ગરમીના પ્રકોપના વધારાથી ચિંતા વ્યાપી છે. બીજી તરફ ગરમી વધવાનાં કારણોમાં રાસાયણિક ખાતરની મહત્ત્વની ભૂમિકા છે. યુરીયા-સલ્ફેટ- એમોનિયા ખાતરના વધુ પડતા ઉપયોગથી માનવજાત અને પશુપક્ષી પીડાય છે. રોગની દવાઓ પણ બેઅસર થઈ ગઈ છે. રાસાયણિક ખાતરના અનાજનો ઉપયોગ વધતાં શરીરનું તાપમાન અને પર્યાવરણને ગંભીર અસર પડી છે. તેવી સ્થિતિમાં રાસાયણિક ખાતરનો ઓછો ઉપયોગ થાય તે જરૂરી છે તેમજ રાસાયણિક ખાતરમાં લીમડાની લીંબડીયોને સામેલ કરવી જરૂર છે. જેથી દવાઓ અને ગરમી ઘટાડી શકાય.
વ.વી. આણંદ – જગદીશ ડી. ઉપાધ્યાય– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.